Rajkot, તા.23
રાજ્ય સરકારે પીવાના પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે નર્મદાના પાણી છોડવાનુ જાહેર કર્યું છે જે અંતર્ગત રાજકોટના જળાશયો આજી અને ન્યારીમાં ૧લી જૂનથી નર્મદાના પાણી ઠલવવાનુ શરૂ કરવામાં આવશે. મ્યુનિ.કોર્પોરેશનના શાસકોએ અગાઉ જ ચોમાસા પૂર્વના અંતિમ દિવસોમાં પાણીની સમસ્યા ન થાય તે માટે નર્મદાના પાણી આપવાની માંગણી કરી હતી તે અંતર્ગત સરકારે ૧લી જૂનથી પાણી આપવાનુ નક્કી કર્યું છે.