પીસીબીએ મોબાઈલ કબ્જે કરી , બૂકીની શોધ ખોળ હાથ ધરી
Rajkot,તા.23
શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલા ફાયર બ્રિગેડની ઓફિસ નજીકથી પીસીબી ની ટીમે ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પંટરને મોબાઈલ સાથે ઝડપી લઇ, બુકીની શોધ ખોળ હાથ ધરી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીસીબી ની ટીમ બસ સ્ટેન્ડ પાછળ ફાયર બ્રિગેડ ની ઓફિસ પાસે હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આર કે પાન પાસે એક સખ્સ ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે. પીસીબી ની ટીમ આર.કે પાને પહોંચી માહિતી મળેલા શખ્સનો મોબાઈલ ઝડપી ચેક કરતા તે, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે ચાલતી ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમી, એપ્લિકેશનમાંથી હાર જીતના ભાવ જોઈ સોદા લખાવતો હતો. પોલીસે યાગ્નિક રોડ પર તનિષ્ક એપાર્ટમેન્ટ એ વિંગ ફ્લેટ નંબર ૧૨૦૩માં રહેતા અશોકભાઈ દયાળજીભાઈ ચંદારાણા નામના શખ્સને ઝડપી લીધા છે. વિશેષ તપાસમાં કોડવડથી સેવ કરેલો નંબરવાળો શખ્સની સંડોવણી ખુલતા તેની શોધ ખોળ હાથ ધરી છે. આ દરોડા ની કામગીરી પીસીબી પીઆઇ એમ જે હુણ, હેડ કોન્સ્ટેબલ કિરટસિંહ , કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડા અને રાહુલગીરી સહિતના સ્ટાફે કરી હતી.