Rajkot,તા.23
શહેરના ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ રૈયા રોડ ન્યુ અંબિકા પાર્ક 2 માં રહેતા આધેડ એ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા મોત થયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ ન્યુ અંબિકા પાર્ક 2 વાળા દિલીપભાઈ ધનજીભાઈ ભગત ઉંમર વર્ષ 50 વાળાએ ગઈકાલે સાંજના સુમારે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા પરિવારજનોએ તાત્કાલિક 108 ને બોલાવી હતી પરંતુ 108 ની ટીમે તપાસ કરી મૃત જાહેર કર્યો હતો, મરનાર દિલીપભાઈ અપરણિત હોય તેમના બે ભાઈ હિંમતનગર અને મુંબઈ રહેતા હોય છેલ્લા કેટલાક સમયથી દિલીપભાઈ એકલતા ના કંટાળા અંગે વાતો કરતા…તા અને અંતે તેમણે કંટાળીને ગળે ફાંસો ખાય જીવા દોરી સંકેલી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે, આ અંગે એએસઆઈ જીતુભાઈ બાલા તપાસ ચલાવી રહ્યા છે