સમાધાનના બહાને યુવકને બોલાવી ત્રણ અજાણ્યા સહિત પાંચ શખ્સોએ તીક્ષણ હથિયાર અને ધોકા વડે માર માર્યો
Rajkot,તા.23
શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ ગુનાખોરીઓનો ગ્રાફ શેરબજારના સેન્સેક્સ ની જેમ ઉછળી રહ્યો છે જેમાં ચોરી અને મારામારી સહિતના ગુનાઓ નોંધપાત્ર વધારો જોવા મળે છે. શહેરના રૈયા ગામ વિસ્તારમાં આવેલ જે કે પાર્કમાં યુવકને સમાધાનના બહાને બોલાવી તલવાર અને ધોકા વડે ત્રણ મિત્રો ઉપર હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવતા યુનિવર્સિટી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરના રૈયા ગામ શેરી નંબર 1માં રહેતા ફરીદ ઓસમાન નોયડા નામના યુવાને રિયાન અને કામિલ તેમજ ત્રણ અજાણ્યા શખ્સોએ ધોકા અને ઢીકા પાટુથી માર મારી અને તલવારથી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી ખરીદ નોઈડા નો ભત્રીજો અમનને આરોપી રિયાન અને કામિલ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી તે બાબતે અમનને સમાધાન કરવા માટે રૈયા ગામ જે કે પાર્કના આવેલા મેદાને ખાતે બોલાવી રિયાન સાથે બોલા ચાલી કરી ઝઘડો કરતા ગાળો આપતા ધોકા વડે માર માર મારી ને રીક્ષા અને બાઇકમાં આવેલા અજાણ્યા શખ્સો જાહેરમાં તલવાર લઈ અમન અને તેના મિત્ર રેહાન ગાળો આપી ત્રણેયને ઢીકા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાનું ખુલ્યું હતું પોલીસે ત્રણ અજાણ્યા સહિત 5 શખ્સો સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી નાસી છૂટેલા શખ્સને ને ઝડપી લેવા હેડ કોન્સ્ટેબલ એમ.એન થાપા સહિતના સ્ટાફ દ્વારા તપાસ નો ધમધમાટ આદર્યો છે.