Rajkot,તા.23
રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા પાડવામા આવ્યા છે.લોધીકા, ભાયાવદર અને ઉપલેટામાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત ૧૩ પતા પ્રેમીને રૂ. ૭૮ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે. રાજકોટ જિલ્લામાં દારૂ જુગાર સહિતની બદીને નેસ્ટ કરવા જિલ્લા અધિક્ષક હિમકર સિંહે આપેલી સુચનના પગલે પોલીસે જિલ્લામાં જુગારના ચાર દરોણા પડ્યા છે. જેમાં લોધીકા પોલીસે માખાવડ ગામ નજીક જુગારનો દરોડો પાડી જુગાર રમતો નાનજી ભલાભાઇ સોમૈયા, જયેશ હીરાભાઈ ચાંદપા, સુરેશ જીવાભાઇ લુણસિયાને ,રૂ. ૧૫.૫૦૦ની રોકડ સાથે તેમજ પાળ ગામ નજીક નવા બનતા પુલ પાસે જાહેરમાં જુગાર રમતા, રાજકોટમાં રૈયા રોડ પર આવેલા સોજીત્રાનગર માં રહેતા ગીરીશ વાલજીભાઈ તંતી, માવડીના પ્રકાશ મનસુખભાઈ ગૌતમી અને મનીષ નટુભાઈ નિમાવત નામના શખ્સોને લોધીકા પોલીસની ટીમે ઝડપી લઇ, જુગારના પત માંથી રૂ. ૧૦.૫૦૦ની રોકડ કબ્જે કરી છે. જ્યારે ઉપલેટા પોલીસે ભગવતી પાર્ક, ગાધાના પારા પાસે રહેતા મીરાબેન મનોજભાઈ સિહોરાના મકાનમાં જુગારનો દરોડો પાડી, જુગટી રમતી મીરાબેન શિહોરા ના, સોનલબેન ધનજીભાઈ ઘેદિયા અને અસલાબેન રમેશભાઈ ડઢાણીયાને ઝડપી લઇ, જુગાર ના ભટ્ટ માંથી રૂ.૩૮ હજારની રોકડ કબજે કરી છે. જ્યારે ચોથો દરોડો ભાયાવદર પોલીસે પડવાલા ગામ આવેલા ચકી વાળા ચોકમાં જાહેરમાં જુગાર રમતા પૂંજા ઉર્ફે ભોપો દુદાભાઈ કરોતરા , ઈકબાલ ઉમરભાઈ નોઈડા, મોશીન કમલભાઈ હાલાણી અને હાબિદ કાળુભાઈ ખેરાણી નામના શખ્સોને ઝડપી લઇ રૂ. ૧૪.૨૦૦ની રોકડ કબ્જે કરી છે.