Morbi,તા.23
મોરબીમાં રહેતા યુવાને પાંચ ઈસમો પાસેથી ૧૬ લાખથી વધુની રકમ વ્યાજે લીધી હતી જેના વ્યાજ સહીત મંડળ ચૂકવી દીધા છતાં બળજબરીપૂર્વક ઉઘરાણી કરી બે મોટરસાયકલ, બેન્કના ચેક પડાવી લઈને તેમજ ફ્લેટના દસ્તાવેજની નકલ પોતાની પાસે રાખી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના રવાપર રોડ પર રહેતા જગદીશભાઈ કીર્તિભાઈ ગજ્જર (ઉ.વ.૩૯) વાળાએ આરોપીઓ રાજુભાઈ ડાંગર, ભાવેશ વઘાડીયા, પારસ ઉર્ફે ભોલુ મુકેશ જારીયા, કિશન મનુભા લાંબા ગઢવી અને ભરત કાનાભાઈ ચાવડા રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ દશેક વર્ષ પૂર્વે વેચાણ કરવા ફ્લેટ લીધો હતો જેનું ફર્નીચર કામ રાખ્યું હતું અને બાદમાં કોરોના મહામારી આવતા ફ્લેટ વેચાણ થયો ના હતો જેથી છએક વર્ષ પૂર્વે રાજુભાઈ ડાંગર પાસેથી રૂ ૫ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતા અને દર મહીને રૂ ૨૫ હજાર ઓનલાઈન અને રોકડા આપતા હતા જેને ઓનલાઈન વ્યાજના રૂપિયા ચૂકવ્યા છતાં અવારનવાર ઉઘરાણી કરે છે
આરોપી ભાવેશ વઘાડીયા પાસેથી સાતેક વર્ષ પૂર્વે રૂ ૪.૪૫ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતા જેને દર મહીને રૂ ૨૨ હજાર વ્યાજ પેટે ચુકવતા હતા અને દોઢેક વર્ષથી તે રૂપિયાની માંગણી કરતો ના હતો પરંતુ આઠેક મહિના પહેલા રૂપિયા પરત આપવા ઉઘરાણી કરી હતી અને ચેક બાઉન્સની ધમકી આપી હતી જેથી પત્નીના ઘરેણા વેચ્યા જેના રૂ ૧.૬૫ લાખ આવતા તે ને આપ્યા હતા છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરે છે આરોપી પારસ જારીયા પાસેથી ચાર મહિના પહેલા રૂ ૨.૬૦ લાખ ઊંચા વ્યાજે લીધા હતા જેના દર દસ દિવસે રૂ ૬૨૦૦ વ્યાજ ચુકવતા હતા છતાં પેનલ્ટી આપવાની ધમકી આપી ઉઘરાણી કરે છે કિશન ગઢવી પાસેથી ચાર મહિના પહેલા રૂ ૨.૫૦ લાખ ઊંચા વ્યાજે લીધા હતા અને કોરો ચેક લીધો હતો દર મહીને રૂ ૮૫ હજાર વ્યાજ ચૂકવતો હતો જેને ફરિયાદી પાસેથી જ્યુપીટર મોટરસાયકલ અને એક્સેસ મોટરસાયકલ બળજબરીપૂર્વક લઇ ગયો હતો અને હજુ વ્યાજની ઉઘરાણી કરે છે
તેમજ ભરત ચાવડા પાસેથી ચાર મહિના પહેલા ૧.૮૦ લાખ વ્યાજે લીધા હતા જેના ચાર દિવસે રૂ ૨૦ હજાર ચુકવતા હત અને રૂ 2 લાખ ચૂકવી આપ્યા છતાં રૂપિયા અગિયાર લાખની ઉઘરાણી કરે છે અને ફ્લેટના દસ્તાવેજની નકલ તેની પાસે રાખી છે બધા લોકો ઘરે આવી મારી નાખશું તેવી ધમકી આપી ઉઘરાણી કરે છે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે