ગુનેગારોને કાયદાના સકંજામાં લેવા ખાખી ની કવાયત થી ગુનેગારોમાં સોપો..
Rajkot,તા.23
રાજકોટ શહેર વાહન, મોબાઈલ, ઘર ફોડ ચોરી, ચીલ ઝડપ, લૂંટ ના ગુના તાકીદે ઉકેલવા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા, મદદનીશ પોલીસ કમિશનર બી જે ચૌધરી ના આદેશના પગલે એ ડિવિઝન પોલીસે મોબાઈલ શોપ માંથી ચોરેલા મોબાઇલ સાથે સાપરના ગઠીયાને દબોચી લીધો હતો,
શહેરમાં સાત દિવસ પહેલા એસ્ટ્રોન ચોક પાસે આવેલ મેહુલ ટેલિકોમ ની દુકાનમાંથી એપલ આઇ ફોન૧૪pro ચોરાયું હતું અને દરમિયાન તે ડિવિઝન પી.આઈ બીવી બોરીસાગર ની સૂચનાથી ડી સ્ટાફ ના પીએસઆઇ રાણા સર્વે લેન્સ સ્ટાફના કર્મચારીઓએ પેટ્રોલિંગ દરમિયાન મૂળ માળિયાના ગડોદરના અને હાલ વેરાવળ સાપર ના મયુર રમેશ ગોહિલ 21 અને ઝડપી કલાસી લેતા તેની પાસેથી આઈ ફૉન ૧૪ પ્રો મરી આવતા પૂછપરછ કરતા મયુર પાસે મોબાઈલ નું બિલ ન હોવાથી આખરી પૂછપરછ કરતા તેને આ મોબાઈલ સાત દી પહેલા એસ્ટ્રોન ચોક પાસે મેહુલ ટેલિકોમ માંથી ચોર્યું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઇ ગુજકોપ ડેટામાં ચેક કરતા એ ડિવિઝનમાં આ ગુનો નોંધાયો હતો પોલીસે સાત દિવસમાં જ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલવી મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો આ કામગીરીમાં પી.આઈ. બીવી બોરીસાગર, પી એસ આઈ એસ એમ રાણા, અને ટીમના બીવી ગોહિલ, એમ એસ મકવાણા, કલ્પેશભાઈ બોરીચા, કનુભાઈ બસીયા, ધારા ભઈ વનારીયા, સાગરભાઇ માવદીયા, યોગેશભાઈ મકવાણા, ધર્મેશભાઈ ખાંડેખા, તેજસભાઈ ડેર એ કામગીરી કરી હતી