Rajkot,તા.23
શહેરના વધુ એક હિસ્ટ્રીશીટરને પાસાના પાંજરે પુરી દેવામાં આવ્યો છે. 10 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા મિત ઉર્ફે ભાજીને અમદાવાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં ગુનેગારો સામે પોલીસ કમિશ્નર પાસાનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. ત્યારે મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો અને અગાઉ હત્યાનો પ્રયાસ, મારામારી,લૂંટ,ચોરી સહીત ૧૦ ગુનાઓમાં પકડાયેલા મિત ઉર્ફે ભાજી રમેશભાઈ ખગ્રામ ઉ.૨૮ સામે પાસા વોરંટ ઇસ્યુ થતા માલવિયાનગર પીઆઈ દેસાઈ સહિતે મિતની ધરપકડ કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.આ કામગીરી માલવીયા પોલીસના પીઆઇ જે.આર.દેસાઈ, પીએસઆઇ એમ.જે.ધાંધલ,એએસઆઈ શૈલેષભાઈ ખીહડિયા, હિરેનભાઈ પરમાર સહિતનાઓ એ કરી હતી.જયારે આજી ડેમ પોલીસે ભુપગઢના અલ્પેશ કરશનભાઈ બથવારની ધરપકડ કરી ભુજ જેલમાં ધકેલી દીધો છે.