Jamnagar તા ૨૪,
જામનગરમાં ગુરુદ્વારા નજીક આવેલી એક ડેરી પ્રોડક્ટ ની દુકાન ને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી રૂપિયા ૨૫ હજારની રોકડ રકમની ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે જામજોધપુર તાલુકાના સંગચિરોડા ગામમાંથી એક ટ્રેક્ટરની ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં આવેલી કેતનભાઇ ગોવિંદભાઈ ખાણધર નામના વેપારીની કામધેનુ ડેરી એન્ડ ફૂડ નામની દુકાનમાં ગત રાત્રી દરમિયાન કોઈ તકરોએ ખાતર પાડ્યું હતું.
તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર રહેલા ટેબલના કાઉન્ટર માંથી રૂપિયા ૨૫,૦૦૦ ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સંગ ચિરોડા ગામમાં રહેતા ભરતસિંહ રતુભા ગોહિલ કે જેઓએ પોતાના ઘર પાસે પાર્ક કરેલા રૂપિયા સવા લાખની કિંમતના ટ્રેક્ટરની કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવી છે.

