Mithapur, તા.૨૪
દેવભૂમી દ્વારકા જીલ્લાના ભાણવડ ગામે સર્જાયેલ કરૂણાંતીકામાં શેરીમાં રમતા બાળકોથી ટ્રેકટર અકસ્માતે ચાલુ થઈ જતા એક બાળકનું મોત થયુ છે. ભાણવડના ઢેબર ગામે કેટલાક બાળકો શેરીમાં રમતા હતા ત્યારે અકસ્માતે ટ્રેકટર ચાલુ થઈ જતા બાળકોની સાથે આ ટ્રેકટર કુવામાં ખાબકેલ હતુ. આ અકસ્માતમાં એક બાળકનુ મોત થયુ છે.
ખંભાળીયા પાસે અકસ્માતમાં સતવારા યુવાનનું મોત
દેવભૂમી દ્વારકા જીલ્લાના ખંભાળીયાની ધરમપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ લાલજીભાઈના પરીવારજનો ચાલીને ભાણવડ ગામે દર્શનાર્થે જતા હતા ત્યારે સાંજે લાલજીભાઈ, જીતેન્દ્રભાઈ, જયંતિભાઈ વિગેરે દ્વારા વાહન મારફત ભોજન પહોંચાડવામાં આવ્યું છે. ભોજન બાદ પરત ફરતા હતા ત્યારે બેફીકરાઈથી આવતા બોલેરો ચાલકે જીતેન્દ્રભાઈ નકુમને ઠોકર મારતા ગંભીર ઈજા થવાથી તેમનુ મોત થયુ હતુ અકસ્માત કરીને વાહનચાલક ભાગી ગયો હતો.