New Delhi તા.26
Waqf Amendment Act-2025ના વિરોધમાં દાખલ અરજીમાં વકફ કાનૂનને બંધારણની કલમ 25નો ભંગ બતાવાયો છે. આ મામલે સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં તગડો જવાબ આપ્યો છે તેમણે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે જયારે હિન્દુ કોડ બિલ લાવવામાં આવ્યું
ત્યારે હિન્દુઓ, ઈસાઈઓ, શિખો અને બૌધ્ધ સમુદાયોના અધિકારો છિનવવામાં આવેલા ત્યારે તો કોઈએ નહોતું કહ્યું કે મુસલમાનોને કેમ છોડી દેવામાં આવ્યા.
મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામાકૃષ્ણા ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટીન જયોર્જ મસીહની બેન્ચે ત્રણ દિવસની સુનાવણી બાદ ગુરૂવારે તા.22મેએ ફેસલો સુરક્ષિત રાખ્યો હતો. પહેલા દિવસની સુનાવણીમાં અરજદારોએ પોતાની દલીલો રાખી હતી, જયારે તા.21 અને 22મીએ કેન્દ્ર અને અન્ય રાજયો તરફથી રજૂ થયેલા વકીલોએ પોતાનો પક્ષ રાખ્યો હતો.
કેન્દ્ર તરફતી એસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે, નવો વકફ કાનૂન બંધારણની કલમ 25થી વિપરિત નથી તેમણે દલીલ કરી હતી કે હિન્દુ કોડ બીલ હિન્દુઓના અધિકારોને સંહિતાબધ્ધ કરવા લાવવામાં આવ્યો હતો.
જયારે 1956માં હિન્દુ કોડ બિલ લાવવામાં આવ્યો તો હિન્દુઓ, ઈસાઈઓ, શિખો, બૌધ્ધો અને જૈન ધર્મ પાસેથી તેમના પર્સનલ લોના અધિકાર છીનવી લેવાયા હતા, ત્યારે કોઈએ એમ નહોતું કહ્યું કે મુસલમાનોને કેમ છોડવામાં આવ્યા અન્યોને કેમ નહીં.