ચાર મહિના પહેલા દાદીના અવસાન બાદ ગુમ સુમ રહેતી કિશોરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
Rajkot,તા.26
શહેરના નાના મવા રોડ દેવનગર માં રહેતા પરિવારની 16 વર્ષની દીકરીએ દાદીમાં ના અવસાન થી ગુમસૂમ બની ગળે ફાંસો ખાઈ લઇ જીવા દોરી ટૂંકાવી લીધી હતી.આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ નાના મવા રોડ પર દેવનગર માં રહેતી ભાવના ભરતભાઈ વાઘેલા ૧૬એ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો,૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું હતું, માલવિયા નગર પોલીસ મથકના પી.એસ.આઇ.સી.પી રાઠોડ અને સ્ટાફે કિશોરીના મૃતદેહ ને પીએમ માટે સિવિલ હોસ્પિટલને ખસેડ્યો હતો મુતક ના પિતા સેન્ટીંગ કામ કરે છે, ભાવના બે ભાઈ અને એક બહેનમાં નાની હતી ચાર મહિના પહેલા ભાવનાના દાદીનુ અવસાન થયું હતું.ભાવનાને દાદી પ્રત્યે ખૂબ જ લાગણી હતી તેથી તેમના મૃત્યુ પછી તેઉદાસ થઈ ગઈ હતી અને દાદી ની યાદ માં જ તેણે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું દેખાય રહ્યું છે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે