મેસવાળા ગામ નજીક વિદેશી દારૂની ડીલેવરી કરવા નીકળેલો બાઈક ચાલક સાત બોટલ સાથે ઝડપાયો
Rajkot,તા.26
રાજકોટ શહેરમાં બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ભાવનગર રોડ પર આવેલા મયુર નગરમાં મકાનમાંથી બાતમીના આધારે પીસીબી ની ટીમે વિદેશી દારૂની ૮૩ બોટલ ઝડપી લઇ, બુટલેગરની શોધ ખોળ હાથ ધરી છે. જ્યારે મેસવાળા ગામ નજીક બાઇક ચાલકને સાત બોટલ દારૂ સાથે એરપોર્ટ પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીસીબી ની ટીમ પેટ્રોલિંગ માંથી તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર રોડ પર આવેલા મયુરનગર શેરી નંબર ૬માં રહેતો જીગ્નેશ પ્રેમજીભાઈ ડાભી નામના શખ્સે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. બાતમી પરથી પીસીબી ની ટીમે મયુર નગરમાં મકાનમાં દરોડો પાડી, શરાબની ૮૩ બોટલ ઝડપી લીધી છે. દરોડા દરમિયાન બુટલેગર જીગ્નેશ ડાભી હાજર ન મળતા તેની શોધખોળ હાથ ધરી છે. એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મૂળ ગુંદાળા ગામનો વતની અને હાલ રાજકોટ શહેરના રંગીલા સોસાયટી માં પાણીના ટાંકા પાસે રહેતો મહેશ નાનજી રંગપરા નામનો શખ્સ બાઈક પર વિદેશી દારૂની ડીલીવરી કરવા નીકળ્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે મેસવડા ગામથી મધરવાડા ગામ વચ્ચે વોચ ગોઠવી હતી ત્યારે મહેશ રંગપરા નામનો પૂટપાટ ઝડપે બાઈક લઈને નીકળતા તેને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂપિયા ૧૨ ૬૦૦ ની કિંમતની 7 બોટલ દારૂ સાથે મહેશ રંગપરાની ધરપકડ કરી દારૂ અને બાઈક મળી 32 600 નો મુદ્દામાલ કબજે કર્યો છે