દારૂ પીવાની કુટેવ ધરાવતા યુવાને પત્ની નો ઠપકો આકરો લાગતા હિંસા પર ઉતર્યો :બાળકી ગંભીર
Chotila,તા.26
ચોટીલા તાલુકા ત્રમ્બોડા ગામમાં ગત રાત્રે ખેત મજૂર ની રોજેરોજની ઘરકંકાસ અને દારૂ પીવાની ટેવ થી કંટાળીને પત્નીએ ઠપકો આપતા લાજવાના બદલે ગાજ્યો હોય તેમ ખેત મજૂર પતિએ હથિયારના ધા થી પત્ની અને માસુમ પુત્રી પર હુમલો કરતા માં દીકરી ને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં માસુમ દિકરી ની હાલત વધુ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અંગે પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા ના ત્રમ્બોડા ગામે રહેતા ખેત મજૂર જેતસિંભાઈ સાડમિયા દારૂ પીવાની ટેવ ધરાવતો હોય અને વારંવાર કંકાસ કરતો હોવાથી ગઈકાલે રાત્રે ૯ વાગે જેતસિં દારૂ પીને માથાકૂટ કરતો હોવાથી ઘરમાં શાંતિ રાખવાનું પત્ની નીતાબેન એ સમજાવતા લાજવા ને બદલે ગાજ્યો હોય તેમ જેતસીએ નીતાબેન અને 13 વર્ષની માસુમ પુત્રી સેજલબેન પર તીક્ષણ હથિયાર થી હુમલો કરી બંને મા દીકરીને લોહી લુહાણ કરી દીધા હતા.રાત્રે ૯ વાગે બનેલા આ બનાવમાં ગવાયેલા નીતાબેન અને તેની દીકરી સેજલ ને પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાંથી રાજકોટ રીફર કરાયા હતા. રાજકોટ સિવિલમાં સેજલ ઉંમર વર્ષ ૧૩ બેભાન અવસ્થામાં સારવાર લઈ રહી છે ત્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ ની જાણ ચોટીલા પોલીસ મથકને જાણ કરતા પોલીસ સ્ટાફ પ્રકાશભાઈ સહિત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.