પરિવારની સમય સૂચકતા થી તાત્કાલિક નીચે ઉતારી સારવારમાં ખસેડાઈ
Halvad,તા.27
હળવદ તાલુકાના ગોલારણ ગામની સીમમાં રહેતા પરિવારની મહિલાએ ઘરમાં જ ચુંદડી થી ગળે ફાંસો ખાતા પરિવારે તાત્કાલિક તેને નીચે ઉતારી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ હળવદના ગોલારણ ગામે પારિવારિક વાડીએ ખેતી કામ માટે રહેતા ચંદ્રિકાબેન નીતિનભાઈ રાતૈયા ૨૬એ ગઈકાલે સવારે પરિવાર વાડીએ ખેતી કામ કરતું હતું અને પતિ નીતિનભાઈ હળવદ શાકભાજી વેચવા ગયો ત્યારે ચંદ્રિકાબેને ઘરમાં જ હુકમાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા અવાજ આવતા બહાર રમી રહેલા બાળકોએ જોયું તો ચંદ્રિકાબેન અધર લટકતા હતા, તાત્કાલિક બાળકોએ બુમા બુમ કરી મુકતા ચંદ્રિકાબેન ને બેભાન અવસ્થામાં નીચે ઉતારી પ્રથમ હળવદ ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ચંદ્રિકાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીની સારવાર લઈ રહ્યા છે તેને સંતાનમાં એક દીકરો અને દીકરી હોવાનું જાણવા મળ્યું છે

