New Delhi,તા.28
ગુજરાતની બે દિવસની મુલાકાત પુરી કરી ગઈકાલે દિલ્હી પરત ગયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ તા.29-30 ના સિકકીમ પ.બંગાળ અને બિહાર તથા ઉતરપ્રદેશની મુલાકાતે જશે.
શ્રી મોદી કાલે સિકકીમ પહોંચશે અને ચીનની 500 બેડની હોસ્પીટલ સહિતના અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરશે. જેમાં એક પેસેન્જર રોપવેનો પણ સમાવેશ થાય છે.
બાદમાં તેઓ પ.બંગાળ પહોંચશે જયાં અલીપુરદુરામાં સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેકટનો પ્રારંભ કરાવશે. જયાંથી તેઓ પટણા પહોંચશે અને સાંજે પટણા એરપોર્ટના નવા ટર્મીનલ બિલ્ડીંગને ખુલ્લુ મુકશે અને નવા રૂા.1400 કરોડના એરપોર્ટનું ભૂમિપૂજન પણ કરશે. પટણા નજીકના બિહતા સીટીએ શિક્ષણધામ તરીકે ઉપસી રહ્યું છે તથા બે મોટા રોડ પ્રોજેકટનું પણ ભૂમિપૂજન કરશે.
જેમાં વારાણસી રાચી-કોલકતા સીકસલેન હાઈવે પ્રોજેકટનો પણ સમાવેશ થાય છે. બાદમાં શ્રી મોદી કાનપુર જશે. જયાં વિવિધ પ્રોજેકટના કામોનું લોકાર્પણ ભૂમિપૂજન કરશે.