માનવજાતનો અજાતશત્રુ મીઠુંઝેર તમાકુનું વ્યસનકાયમી ધોરણે કેમ છોડવું? વિષયે અપાશે સમજણ..
Dhorajiતા.28
તમાકુ માનવજાત માટે ધીમું ઝેર માનવામાં આવે છે છૂપો અજાત શત્રુ તમાકુના દેતય ના સકંજામાંથી કાયમી ધોરણે મુક્તિ કેમ મેળવવી? વ્યસનને કાયમ કેમ છોડવું? તે માટેની સામાજિક જાગતિમાટે 40 વર્ષથી જંગે , ચડેલા અમરેલીના ડોક્ટર એ જે ડબ્બાવાલા દ્વારા ધોરાજીના કલ્યાણ સોસાયટી માં આદર્શ સ્કૂલ ખાતે ૩૦મે સવારે ૮/૩૦ થી ૯/૩૦સુધી તમાકુના વ્યસનમાંથી મુક્તિ વિશે વ્યાખ્યાન આપશે આદર્શ એજ્યુકેશન સોસાયટી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન લાયન્સ ક્લબ ધોરાજી દ્વારા આયોજિત જાહેર વ્યાખ્યાનમાં ડોક્ટર એ જે ડબ્બાવાલા તમાકુ, ગળચટું ધીમું ઝેર માનવ જાતનો છૂપો અજાત શત્રુ તેનો કાયમી છુટકારો મેળવવા શું કરવું જોઈએ તેની સમજણ આપવામાં આવશે અમરેલી ના ડોક્ટર એ જે ડબ્બા વાલા તમાકુના રાક્ષસ સામે ૪૦ વર્ષથી જંગે ચડ્યા હોય તેમણેઅત્યાર સુધીમ ૨૦૦ થી વધુ વ્યાખ્યાન અને હજારો લોકોને તમાકુના વ્યસનમાંથી મુક્તિ આપવામાં નિમિત્ત બની રહ્યા છે, ડોક્ટર એ જે ડબ્બા વાલા ૪૦ વર્ષથી તબીબી ક્ષેત્રે કાર્યરત છે તેમણે અત્યાર સુધીમાં ૩૦થી વધુ રાષ્ટ્રીય અને પાંચથી વધુ આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં ભાગ લીધો છે સૌરાષ્ટ્રમાં તો તેમણે ધૂમ્રપાન અને તમાકુ સામે રીતસરનો જંગ હાજરીને તમાકુ સામે સતત જનજાગૃતિ માટે ૩૦ મે સવારે ૮/૩૦ થી 0૯/૩૦ દરમિયાન ધોરાજી ટેલીફોન એક્સચેન્જ નજીક આવેલ એક્સચેન્જ પાસે આવેલ કલ્યાણ સોસાયટીમાં આદર્શ સ્કૂલમાં યોજાનારા ડો, એજે ડબ્બાવાલા ના વ્યાખ્યાનમાં ઉપસ્થિત રહેવા લાયન્સ ક્લબ ,ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને આદર્શ એજ્યુકેશન સોસાયટી ધોરાજી દ્વારા નાગરિકો વિદ્યાર્થીઓ અને જે લોકો વ્યસનમાંથી મુક્તિ ઇચ્છતા હોય તેવા તમામને સહભાગી થવા અનુરોધ કરાયો છે