Surendranagar,
‘અરે ભાઈ માવઠુ ભલે 10 દિવસથી વરસે પણ પીવાના પાણી માટે ટેન્કર ન આવે તો આખો દિવસ બે બેડા પાણી માટે ટળવળવું પડે છે.’ આ શબ્દો છે ઝાલાવડ વિસ્તારના બહેનોનાં અહીનાં 24 ગામોમાં આજે પણ પીવાના પાણી માટે ટેન્કર દોડાવવા પડે છે. ધોળીધજા ડેમ નજીક હોવા છતાં પાણી પરવઠા બોર્ડની જૂથ યોજનાનો લાભ મળતો નહી હોવાથી લોકોને પીવાનું પાણી મળતુ નથી.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઉનાળો આકરો રહ્યો છે છેલ્લા 10 દિવસથી બપોર સુધી આકાશમાંથી અગન વર્ષાનો અનુભવ થાય છે. બપોર બાદ વાતાવરણ ગોરંભાયેલું રહે છે. વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠુ વરસતુ રહે છે. માવઠાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયુ હોવા છતાં તેના સર્વે માટે કોઈ કામગીરી શરૂ થઈ નથી. બીજી બાજુ પીવાના પાણીનો પ્રશ્ન ઉનાળાના આકરા તાપમાં અસહ્ય બની રહ્ય છે. જેની વિગતોના સંદર્ભમાં પાણી પુરવઠા બોર્ડના સુત્રો જણાવે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં 24, રાજકોટમાં 4, દ્વારકાનાં 4 અને મોરબીનાં 6 સહિત અન્ય ગામ મળી કુલ રાજકોટ ઝોનનાં 42 ગામોમાં આજે પ ણ પીવાના પાણી માટે ટેન્કર દોડાવવામાં આવે છે. રાત્રિ દરમિયાન પાણી ચોરીની ફરિયાદો પણ ગ્રામીણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉઠી છે. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પાણી ચોરી રોકવા માટેની ડ્રાઈવ યોજવામાં આવી હોવાથી દરરોજ પાણી ચોરી કરનારાનાં જોડાણો કાપવામાં આવે છે. નોટીસો અપાય છે. પોલીસ ફરિયાદ પણ થાય છે. તેમ છતાં પાણી ચોરીું દૂષણ સંપુર્ણપણે અટક્યુ નથી. જયાં સુધી મુશળધાર વરસાદ વરસશે નહીં અષાઢી મેઘધારા અનરાધાર નહી વરસે ત્યાં સુધી પાણીનાં ટેનક્ર ચાલુ રહેશે. પાણી ચોરી નહી અટકે.