Jamnagar,તા.29
જામનગરના રાધે સ્કેટિંગ રિંકના બાળ ખેલાડીઓએ રાજ્ય સ્તરના ખેલ મહાકુંભ 3.0 માં ભાગ લઈને ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, અને એકસાથે 16 મેડલ જીતી ને જામનગર શહેરનું ગૌરવ વધાર્યું છે. ઉપરોક્ત તમામ બાળ ખેલાડીઓની પ્રતિભાઓને જામનગરના 78- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ સન્માનિત કરીને નેશનલ સ્પર્ધાઓ માટે ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
જેમાં અંડર 14 કોમ્પિટિશનમાં કર્ણવ કનખરા (ગોલ્ડ: ફ્રી સ્કેટિંગ, અને ગોલ્ડ: સોલો ડાન્સ), દર્શિત કનખરા (સિલ્વર: ફિગર, અને સિલ્વર: સોલો ડાન્સ), જય ઠક્કર. (બ્રોન્ઝ: ફિગર, અને બ્રોન્ઝ: ફ્રી સ્કેટિંગ), મંથન નંદા (સિલ્વર: ફ્રી સ્કેટિંગ), ભવ્ય પરમાર ( બ્રોન્ઝ: સોલો ડાન્સ) ઉપરાંત ક્વૉટ્રેટ ઇવેન્ટ્સમાં પબ્જી ક્વાર્ટેટમાં (4 ગોલ્ડ) સાથે (વિરાજ ચૌહાણ, કર્ણવ કનખરા, ભવ્ય પરમાર, દર્શિત કનખરા) તેમજ હનુમાન ક્વાર્ટેટમાં 4 સિલ્વર જેમાં (કાવ્યન કચ્છવાહન, નક્ષ નંદા, મંથન નંદા, અને પ્રિયાંશ નંદા) વિજેતા બન્યા હતા. જે તમામ વિજેતાઓને રાધે સ્કેટિંગ રીંકના કોચ જ્યોતિ જોઈશર દ્વારા તાલીમ અપાઈ હતી.