Jamnagar,તા.29
લોઘીકાની ક્રિષ્ના એગ્રો સીડસ નામની પેઢી પાસેથી પેસ્ટીસાઇડ દવાની ખરીદી ની ૫૯,૮૨,૮૦૫ની રકમચૂકવવા આપેલો ચેક પરત કરવાના ગુનામાં જામનગરની એગ્રો સીડસના માલીકને એક વર્ષની સજા અને એક માસમાં ચેક મુજબની રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી સજા કરવાનો હુકમ ફરમાવ્યો હતો. આ કેસની હકીકત મુજબ લોઘીકામાં રહેતા અને ક્રિષ્ના એગ્રો સીડસ નામની પેઢી ચલાવતા ફરીયાદી અનીલભાઈ સવજીભાઈ ઘાડીયા પાસેથી જામનગરમાં અંબીકા એગ્રો સીડસ નામે વ્યવસાય કરતા આરોપી જયેશભાઈ જોશીએ કટકે કટકે કુલ રૂા.૮૯,૪૧,૧૮૫ ની અલગ-અલગ કંપનીની પેસ્ટીસાઇડ દવાઓ વિગેરેની ઉઘારમાં ખરીદી કરી હતી. જે બાકી લેણી નીકળતી રકમ રૂા. ૫૯,૮૨,૮૦૫ ચુકવવા માટે આપેલો ચેક પરત ફરતા ફરિયાદીએ પોતાના એડવોકેટ મારફત આરોપીને લીગલ નોટીસ આપીને ચેક રીર્ટનની જાણ કરી હતી. તેમ છતાં કોઈ હકારાત્મક અભીગમ નહિ દાખવતા ફરીયાદીએ કોટડા સાંગાણી કોર્ટ સમક્ષ ચેક રીર્ટન થયાની ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજૂઆત બાદ ફરિયાદના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ કોર્ટે આરોપી અંબીકા એગ્રો સીડસના પ્રોપરાઈટર જયેશભાઈ જોશીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.૫૯,૮૨,૮૦૫ એક માસમાં ચેક મુજબની રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી સજા કરવાનો હુકમ ફરમાવ્યો હતો.
આ કેસમાં ફરીયાદી વતી પી એન્ડ આર લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, કેતન જે. સાવલીયા, વંદના એચ.રાજયગુરુ, ભાર્ગવ પંડયા, અમીત ગડારા, પંકજ બોરડ, પરેશ મૃગ, ડેનીસ વીરાણી, સહાયક તરીકે શીવમ સીતાપરા, પાર્થ દેગામા અને રૂષી ભુવા રોકાયા હતા.