સ્થાનિક પોલીસે દરોડો પાડી ગોબર ગેસના પ્લાન્ટમાં છુપાવેલો 1920 બોટલ દારૂ અને મોબાઈલ મળી 1.97 લાખનું મુદ્દામાલ કબજે કર્યો
Chotila.
ચોટીલા તાલુકાના ભીમગઢ ગામની વાડીમાં આવેલા ગોબર ગેસના પ્લાન્ટમાં છુપાવેલા વિદેશી દારૂનો જથ્થો સ્થાનિક પોલીસે ઝડપી છે 1920 બોટલ દારૂ અને એક મોબાઇલ મળી રૂપિયા 1.97 લાખનું મુદ્દામાલ કબજે કરી ખેડૂતની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા ઝાલાવાડ પંથકમાં વિદેશી દારૂની હેર હેર થતી હોવાની જિલ્લા પોલીસવડા ગિરીશ કુમાર પંડ્યાને ધ્યાને આવતા દારૂની બદીને ડામી દેવા આપેલી સૂચનાને પગલે ચોટીલા પોલીસ મથકના પી.આઈ.આઇબી વલવી સહિતના
સ્ટાફે ચોટીલા પંથકમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ચોટીલા તાલુકાના ભીમગઢ ગામે વાડી વિસ્તારમાં રહેતા ગૌતમ હસુ બાવળીયા નામના શખ્સએ ગોબર ગેસના પ્લાન્ટના ગોળામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કોન્સ્ટેબલ રવિરાજભાઈ ખાચરને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ સીએમ ગમારા, પીબી કુકડીયા અને કોન્સ્ટેબલ હરેશભાઈ ખવડ સહિતના સ્ટાફે દરોડો પાડી ગોબર ગેસના પ્લાન્ટમાંથી રૂપિયા 1.92 લાખની કિંમતનો 1920 બોટલ વિદેશી દારૂ સાથે વાડી માલિક ગૌતમ બાવળીયાની ધરપકડ કરી પોલીસે દારૂ અને મોબાઈલ મળી 1.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ગૌતમ બાવળીયાને કોણ દારૂનો જથ્થો આપી ગયો અને કોને આપવાનો હતો તે મુદ્દે તપાસ આદરી છે.