Ahmedabad તા.31
ગુજરાત ટાઇટન્સની હાર બાદ ટીમના મુખ્ય કોચ આશિષ નેહરાની પુત્રી અને પુત્ર રડી પડ્યા હતા. ઇનિંગનો છેલ્લો બોલ ફેંકાયા પછી, કેમેરો ગુજરાત ટાઇટન્સની ટીમના પરિવારના સભ્યો પાસે ગયો. બધા શોકમાં ડૂબી ગયા હતા. પરંતુ આશિષ નેહરાના પુત્ર અને પુત્રીની આંખોમાં આંસુ હતા.
શુભમન ગિલની બહેન પણ ગુજરાતને સપોર્ટ કરવા આવી હતી. આ દરમિયાન શુભમન ગિલ પણ આશિષ નેહરાની પુત્રીને શાંત પાડતો જોવા મળ્યો હતો. જોકે, તે આ દરમિયાન ભાવુક પણ દેખાતી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જવાબમાં, રોહિત શર્મા અને જોની બેયરસ્ટોએ મળીને શરૂઆતના ઓવરમાં 7.1 ઓવરમાં 84 રન ઉમેર્યા. ત્યારબાદ 22 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 47 રન બનાવીને આઉટ થયો.
પરંતુ રોહિત શર્માએ 50 બોલમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 81 રન બનાવ્યા. રોહિતની ઇનિંગને કારણે, મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
ગુજરાત ટાઇટન્સના મેન્ટર આશિષ નેહરાના બાળકો મુંબઈ ઇન્ડિયન્સ સામેની હાર સહન કરી શક્યા નહીં. IPL ટ્રોફી જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થતાં જ ભૂતપૂર્વ ભારતીય બોલરની પુત્રી અને પુત્ર રડવા લાગ્યા.
MI vs GT મેચ પછીની આ ભાવનાત્મક ક્ષણ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.