મોડી સાંજે પેટીયુ રડવા ઉકરડા ફેંદતા શ્રમજીવી યુવાનને દવાખાને જવું પડ્યું
Rajkot,તા.31
રાજકોટના શહેરના આજી જીઆઇડીસી નજીક કચરો વીણતા શ્રમજીવી યુવાનને ઉકરડામાંથી નીકળેલા સાપ કરડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આજે જીઆઇડીસી સર્વિસ સ્ટેશન પાસે રહેતા અને કચરો વીણવાનું કામ કરતા પકાભાઈ ધમભાઈ શેખલીયા ૨૧ ગઈકાલે સાંજે 8:00 વાગ્યાના સુમારે કચરો વિરવાનું કામ કરતો હતો ત્યારે કચરાના ઢગલા માંથી ડાબા હાથ ઉપર સાપે દંશ મારતા પરિવારજનોએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ માં લાવતા ઈમરજન્સી મેડિકલ મેડિસનવોર્ડ ૧૦ માં દાખલ કરેલ છે