પિતાની વારસાઈ નોકરી નાના ભાઈને આપવાનું નક્કી થયૂ ત્યારે લોન વાળું મકાન કલીયર કરાવી દેવાની બોલી થયા બાદ હપ્તા ચૂકાઈ જતા નોટિસ મળી
Rajkot,તા.31
રાજકોટમાં સફાઈ કામદાર પરિવારના મકાનની લોનના હપ્તા ચડત થઈ જતા મળેલી નોટિસને લઈ હતાશ થઈ ગયેલા યુવાને ફિનાઈલ ગટગટાવી લેતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બજરંગ વાડી 25 વારીયા ક્વાર્ટર માં રહેતા શુભમ રાજુભાઈ લઠેરા ૨૩ એ ગઈકાલે રાત્રે 9:30 ના સુમારે ફીનાઇલ ગટગટાવી લેતા સિવિલ મેડિસન વોર્ડ ૧૦ માં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સમયસરની સારવારથી તેનો જીવ બચી ગયો હતો. ફિનાઈલ પી લેવાના કારણમાં શુભમ ના પિતા ના મૂર્તયૂ બાદ તેની માતા ને પેન્શન હક અને નાનાભાઈ સુનિલ ને નોકરી દેવાનું નક્કી કરાયું ત્યારે ૧૫લાખની લોન ના હપ્તા મીનાક્ષીબેને ભરવાનું નક્કી થયું હતું આ હપ્તા ભરવાનું બંધ થતા મળેલી નોટિસને લઈ શુભમ એ હપ્તા ભરવાનું પૂછતા અમે હપ્તા ભરવાના નથી તારે થાય તે કરી લેજે તેવો જવાબ આપતા શુભમે ફિનાઈલ પી લીધી હોવાનું શુભમના પત્નીએ જણાવ્યું હતું