Morbi,તા.02
પાનેલી ગામે પાણીના ટાંકા પાસે ૧૧ માસનું બાળક રમતું હતું ત્યારે બોલેરો ચાલકે હડફેટે લેતા માસૂમને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી રહેતા અનિલભાઈ ભુડાભાઈ કટારાએ બોલેરો પીકઅપ જીજે ૩૬ એક્સ ૫૦૩૧ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૦૫ ના રોજ ફરિયાદીનો દીકરો આશિષ (ઉ.વ.૧૧ માસ) વાળો પાનેલી ગામે જીઆઈડીસીમાં પાણીના ટાંકા પાસે રમતો હતો ત્યારે બોલેરો ચાલકે પુરઝડપે બોલેરો ચલાવી આશિષને ટાયરમાં હડફેટે લીધો હતો જે અકસ્માતમાં માસૂમને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે