Morbi,તા.02
મોરબીની રવિરાજ ચોકડી નજીકથી ગેરકાયદે અબોલ જીવને ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને ધકેલવામાં આવી રહ્યા હતા ત્યારે ગૌરક્ષકોની ટીમે વાહનને ઝડપી લઈને અબોલ જીવને છોડાવ્યા હતા જે મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવતા પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીની મહેન્દ્રનગર ચોકડી ઉમા રેસીડેન્સીમાં રહેતા જયદીપ કિશોરભાઈ પટેલે આરોપીઓ નિજામ ઇલ્યાસ જલવાણી અને પ્રવીણ જુશા ભરવાડિયા રહે બંને પડધરી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ જુનના રોજ સવારના છ વાગ્યાના અરસામાં આરોપીઓએ પોતાની તુફાન કાર જીજે ૦૩ ઝેડ ૯૯૨૧ વાળીમાં ઘેટા જીવ નંગ ૨૬ ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના હેરાફેરી કરતા મળી આવ્યા હતા મોરબી તાલુકા પોલીસે પશુ ક્રુરતા અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે