ભાગીદારે આપેલ ચેક રિટર્ન થતા વેપારીએ અદાલતમાં માંગી હતી દાદ
Dhoraji,તા.02
ધોરાજીના વેપારીને ભાગીદારે આપેલા ચેક રિટર્ન થતા અદાલતમાં માંગેલી દાદની સુનાવણી પૂરી થતાં અદાલતે ભાગીદારને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ અને ૬ મહિનામાં લેણી રકમ ન ચૂકવાય તો ૯% ચક્રવૃદ્ધિ વ્યાજ અને રકમ ન ચૂકવે તો વધુ એક વર્ષની સજા નો હુકમ કર્યો હતો
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના વેપારી નટવરલાલ પરબતભાઈ ઠેસીયા એ પોતાના ભાઈ કિશોરભાઈ અને દિનેશ ગોરધન હિરપરા સાથે શિવ પોલીમર નામની પેઢી શરૂ કરી હતી ત્યાર પછી દિનેશભાઈ ના ભાઈ એ પણ અલગથી પ્લાસ્ટિક ની શિવ શક્તિ પેઢીમાં ભાઈ સાથે ચાલતા ધંધામાં ટ્રાન્સફર કર્યું હતું અને બંને પેઢીનો વહીવટ દિનેશ હિરપરાએ સંભાળ્યું હતું, આ વહીવટમાં શંકા ઉપજતા નટવરભાઈએ હિસાબ કરતા દિનેશભાઈ હિરપરા પાસે ૧૦,૫૬,૨૫૦ લેણા નીકળ્યા હતા અને ઉઘરાણી કરતા દિનેશભાઈએ ચેક લખી આપ્યો હતો જે રિટર્ન થતા નટવરભાઈએ દિનેશભાઈ ને નોટિસ પાઠવી હતી બીજી તરફ દિનેશભાઈએ સામે એવી ફરિયાદ કરી હતી કે નટવરભાઈએ પોતાનો ચેકચોરી તેનો દુરુપયોગ કર્યા ની ફરિયાદ ફાઈલ કરી હતી પરંતુ નટવરભાઈએ દિનેશભાઈ સામે ધોરાજી કોર્ટમાં કેસ રિટર્નની ફરિયાદ કરતા કેસ ચાલતાસાહેદો ની જુબાની, ના આધારે ચાલેલા કેસમાં પુરાવા અને દલીલો ધ્યાને લઈ ૨૯/૫/૨૫ના રોજ દિનેશભાઈ ગોરધનભાઈ હિરપરા ને કેસ રિટર્ન કેસમાં ગુનેગાર ફેરવી એક વર્ષની સાદી કેદ અને રૂપિયા ૧૦,૫૬,૨૫૦, નીલેરી રકમ૯% ટકા લેખે ૧ મહિનામાં જ ચૂકવવા અને જો ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સજા કર્યો હતો આ કેસમાં ફરિયાદ પક્ષ વતી ધોરાજીના એડવોકેટ ચંદુલાલ પટેલ, અને નયન રંગોલીયા, ટીકુબેન પટેલ રોકાયા હતા