Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Babra ના મોટા દેવળીયાની યુવતીનો આપઘાત

    July 30, 2025

    Bhavnagar એલસીબી એ તસ્કરને ઝડપી લીધો: ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા

    July 30, 2025

    Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત

    July 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Babra ના મોટા દેવળીયાની યુવતીનો આપઘાત
    • Bhavnagar એલસીબી એ તસ્કરને ઝડપી લીધો: ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા
    • Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત
    • Prabhas Patan ના ભાલકામાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Moti Paneli ગામે જુગાર રમતી 14 મહિલા ઝડપાઈ
    • 31 જુલાઈ નું રાશિફળ
    • સંસદમાં ઓપરેશન સિંદૂર પર શાબ્દિક યુદ્ધ-પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના નેતા રાહુલ ગાંધી
    • શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 31
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!
    વ્યાપાર

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    Vikram RavalBy Vikram RavalJune 2, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૫૧ સામે ૮૧૨૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૫૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૩૭૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૭૧ સામે ૨૪૭૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વૈશ્વિક વેપારમાં પડકારો વધ્યાની સાથે યુક્રેને પણ રશિયાના એરબેઝ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ટેન્શન વધતા સપ્તાહની શરૂઆતમાં જ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફેડરલ કોર્ટે રેસિપ્રોકલ ટેરિફ મામલે ફટકાર લગાવ્યા બાદ ફરી આ ટેરિફ લાગુ કરવા મંજૂરી આપતાં મામલામાં યુ-ટર્નને લઈ અને બીજી તરફ ચાઈના સાથે અમેરિકાની ટેરિફ મામલે વાટાઘાટ પડી ભાંગ્યાના અહેવાલો વચ્ચે વૈશ્વિક ચિંતા વધતાં વૈશ્વિક શેરબજારોમાં ખાસ એશીયા-પેસેફિક દેશોના બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું હતું.

    ટ્રમ્પ ટેરિફ સામે ભારત-અમેરિકા વચ્ચે ડિલ વાટાઘાટ આગળ વધી રહ્યાના પોઝિટીવ પરિબળ સામે ભારતના જીડીપી વૃદ્ધિના નાણા વર્ષ ૨૦૨૫ના આંકડા એકંદર નબળા ઘટીને આવતાં તેમજ મેન્યુફેકચરીંગ સહિતનો ગ્રોથ ઘટયાના આંકડા જાહેર થતાં પૂર્વે બજારમાં નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ઓપેકના દેશોએ ઉત્પાદનમાં દૈનિક ૪ લાખ ૧૧ હજાર બેરલ્સની વૃધ્ધિ કરવા નિર્ણય કર્યાના અહેવાલે ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    સેક્ટર મુવમેન્ટ…

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, આઈટી, મેટલ, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કોમોડિટીઝ, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૯૨ અને વધનારની સંખ્યા ૨૧૨૮ રહી હતી, ૧૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ ૨.૫૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૦૭%, ઝોમેટો લિ. ૧.૦૭%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૦૦%, બજાજ ફિનસર્વ ૦.૫૬%, નેસ્લે ઇન્ડિયા ૦.૪૪%, આઈટીસી લિ. ૦.૩૫% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૫ વધ્યા હતા, જયારે ટેક મહિન્દ્રા ૧.૪૭%, ટાટા સ્ટીલ ૧.૨૧%, ટાટા મોટર્સ ૧.૧૨%, ટાઈટન કંપની લિ. ૦.૮૦%, એચડીએફસી બેન્ક ૦.૬૦%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૫૬%, ઇન્ફોસિસ લિ. ૦.૫૫%, કોટક બેન્ક ૦.૫૪% અને બજાજ ફાઈનાન્સ ૦.૫૧% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના આર્થિક વૃદ્વિના આંકડા નાણા વર્ષ ૨૦૨૫ના નબળા ૬.૫%ની વૃદ્વિના આવ્યા છતાં ચોથા ત્રિમાસિકના આંકડા પ્રોત્સાહક ૭.૪%ની વૃદ્વિના જાહેર થતાં અને વૈશ્વિક આર્થિક પડકારો અને અમેરિકાના ટેરિફ વોરની સ્થિતિ વચ્ચે પણ ચોથા ત્રિમાસિકના મજબૂત આંકડાએ વૈશ્વિક ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો એફપીઆઈઝ, એફઆઈઆઈઝની શેરોમાં ખરીદી વધી છે. ફોરેન ઈન્વેસ્ટરોની સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી શેરોમાં લાર્જ કેપ બાદ મિડ કેપ શેરોમાં ખરીદદાર બનતા સેન્ટીમેન્ટ તેજીનું બન્યું છે.

    વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. ટ્રમ્પને અમેરિકાની ફેડરલ કોર્ટના એક દિવસ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની સત્તા નહીં હોવાનું અને બીજા જ દિવસે યુ-ટર્નને અને છેલ્લે ચાઈના સાથે ટેરિફ વાટાઘાટ પડી ભાંગ્યાના અને અમેરિકામાં સ્ટીલની આયાત પર ૫૦% ટેરિફ લાદવાના નિર્ણયને લઈ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું છે. ત્યારે હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી અને સ્ટોક સ્પેસિફિક બની રહેવાની શકયતા છે.

    તા.૦૩.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૨.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૨૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૯૭૯ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૮૭ પોઈન્ટ થી ૨૪૭૦૭ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૨૪ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૯૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૪૪ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • સિપ્લા લિ. ( ૧૪૭૫ ) :- રૂ.૧૪૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ભારત ફોર્જ ( ૧૨૫૫ ) :- રૂ.૧૨૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૨ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપ્મેંટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૭૪ થી રૂ.૧૨૮૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • અદાણી ગ્રીન ( ૧૦૧૬ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૫૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૯૮૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૪ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૭ થી ૧૦૦૮ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૬૪૭ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૨૬ થી રૂ.૧૬૦૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • ટેક મહિન્દ્ર ( ૧૫૫૭ ) :- રૂ.૧૫૮૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૯૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૧૭ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૬૯ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૦૮ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૫૫ થી રૂ.૧૨૪૦ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૨૪૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૧૮ થી રૂ.૧૧૯૩ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૩૦ ) :- રૂ.૯૪૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૫૫ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૦૯ થી રૂ.૮૯૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    July 30, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 30, 2025
    વ્યાપાર

    ડોલર સામે રૂપિયામાં 65 પૈસાનો કડાકો : Stock market ગ્રીનઝોનમાં

    July 30, 2025
    વ્યાપાર

    Reliance Jio IPO નો ‘બાપ’ રૂા.52,000 કરોડનો ઇસ્યુ લાવશે

    July 30, 2025
    રાષ્ટ્રીય

    15000 Crore Order : અયોધ્યા રામ મંદિર બનાવતી કંપનીને અલ્ટ્રા-મેગા બિઝનેસ ડીલ મળી

    July 30, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    July 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Babra ના મોટા દેવળીયાની યુવતીનો આપઘાત

    July 30, 2025

    Bhavnagar એલસીબી એ તસ્કરને ઝડપી લીધો: ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા

    July 30, 2025

    Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત

    July 30, 2025

    Prabhas Patan ના ભાલકામાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    July 30, 2025

    Moti Paneli ગામે જુગાર રમતી 14 મહિલા ઝડપાઈ

    July 30, 2025

    31 જુલાઈ નું રાશિફળ

    July 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Babra ના મોટા દેવળીયાની યુવતીનો આપઘાત

    July 30, 2025

    Bhavnagar એલસીબી એ તસ્કરને ઝડપી લીધો: ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા

    July 30, 2025

    Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત

    July 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.