New Delhi,તા.03
ઓપરેશન સિંદુરના પગલે ભાજપ સાંસદો અને વિદેશ નીતિના નિષ્ણાંતોના પ્રતિનિધિમંડળ વિશ્વના 33 દેશોમાં પાકિસ્તાનના અસલી ચહેરાને ખુલ્લુ પાડવા મોકલ્યા છે તે સમયે સ્પેનમાં આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા ડીએમકેના સાંસદ કનીમોઝીએ ભારતની રાષ્ટ્રીય ભાષા અંગેના એક પ્રશ્નનો ખૂબજ બૌદ્ધિક અને સુંદર જવાબ આપીને પ્રશ્ન પૂછનારને પણ સ્તબ્ધ કરી દીધો હતો.
સ્પેનમાં તેઓ અહી વસતા ભારતીયોના એક સમૂહને સંબોધીત કરી રહ્યા હતા. તે સમયે તેઓને ભારતની ત્રણ ભાષાની ફોર્મ્યુલા મુદે પ્રશ્ન પુછાયો અને તેઓ ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ તેના જવાબમાં કનીમોઝીએ કહ્યું કે, ભારતની રાષ્ટ્રીય ભાષા એકતા અને વૈવિધ્યતાની છે તેણે અહી જ નહી અટકતા એ પણ કહ્યું કે આ પ્રતિનિધિમંડળ વિશ્વને આ જ સંદેશ આપવામાં આવ્યુ છે અને તે સૌથી મહત્વનું છે.
એ જાણીતુ છે કે, કનીમોઝીનો પક્ષ ડીએમકે દેશમાં ત્રણ ભાષા અને ખાસ કરીને હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે મહત્વ આપવાનો વિરોધ કરે છે અને આ મુદે કેન્દ્ર સાથે પણ ટકકરમાં છે છતાં પણ વિદેશની ધરતી પર તેણે પોતાના જવાબમાં ભારતમાં જે એકતા છે તે પ્રદર્શિત કરી છે.