તબીબી સલાહને પગલે હોમ આઇસોલેટ : તબિયત સુધારા પર
Rajkot,તા.03
રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહ કોરોના પોઝિટિવ થયાં છે. શરદી-ઉધરસ સહિતના લક્ષણો જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબી સલાહને પગલે તેઓ હોમ આઇસોલેટ થયાં હતા. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહને શરદી-ઉધરસ અને તાવની અસર થતાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ તબીબી સલાહને પગલે હોમ આઇસોલેટ થયાં છે. હાલ તેમની તબિયત સુધારા પર છે અને અન્ય કોઈ તકલીફ નહિ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૯૫ નવા કોવિડ કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યના સક્રિય કેસોની કુલ સંખ્યા ૩૯૭ થઈ ગઈ છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે. અમદાવાદ શહેરમાં બે દિવસમાં કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીનું બીજું મૃત્યુ નોંધાયું છે. નોંધનીય છે કે, ગુજરાત 338 સક્રિય કેસ સાથે દેશમાં ચોથા સ્થાને છે. સોમવારે સવારે 8 વાગ્યા સુધીમાં 1,435 સક્રિય કેસ સાથે કેરળ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ મહારાષ્ટ્ર 506 અને દિલ્હી 483 સક્રિય કેસ સાથે આવે છે. ઉચ્ચ કેસ ધરાવતા કેટલાક અન્ય રાજ્યોમાં પશ્ચિમ બંગાળ 331 અને કર્ણાટક 253 નો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ અનુસાર, સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં, ગુજરાતમાં 18 નવા કેસ નોંધાયા છે. ડેશબોર્ડ અનુસાર, 1 જાન્યુઆરીથી ભારતમાં 32 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં ચારનો સમાવેશ થાય છે.