Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ
    • આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court
    • Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ
    • America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે
    • USમાં પરચૂરણ વસ્તુઓને ટેરિફની રાહત શુક્રવારથી બંધ થશે
    • Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા
    • અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી
    • Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalJune 6, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૪૨ સામે ૮૧૪૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૧૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૬૧ સામે ૨૪૮૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૯૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકા ચીન વચ્ચે સંભવિત નવા વેપાર સંવાદ તથા ટેન્શનમાં ઘટાડાની આશાથી ગ્લોબલ સેન્ટીમેન્ટ પોઝિટિવ થયાની સાથે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ધિરાણ નીતિ સમીક્ષાની ત્રણ દિવસીય મીટિંગ બાદ આજે ફંડોએ આરંભિક સ્થિરતા બાદ આક્રમક તેજી કરી હતી.

    આરબીઆઈ દ્વારા રેપો રેટમાં આ વખતે ૦.૫૦%નો ઘટાડો કર્યો હોવા સાથે ચોમાસાની સારી શરૂઆત અને સામાન્ય કરતાં ચોમાસું સારૂ રહેવાના અંદાજોએ ફુગાવો પણ અંકુશમાં રહેવાની શકયતાએ આર્થિક વિકાસને વેગ આપવા પર રહેવાની ધારણાએ ફંડો શેરોમાં ખરીદદાર રહ્યા હતા. ઉપરાંત, વિદેશી રોકાણકારોએ છેલ્લા કેટલાક દિવસોમાં મોટી માત્રામાં શેર ખરીદી કરી, જેના કારણે માર્કેટને વધુ સપોર્ટ મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પના ટેરીફ વોર બાદ વૈશ્વિક સ્તરે વધી રહેલાં અસ્થિરતાના માહોલ વચ્ચે ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાતા ડોલર સામે રૂપિયાના મુલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    સેક્ટર મુવમેન્ટ…

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૪ અને વધનારની સંખ્યા ૨૨૭૮ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૪.૯૩%, એકસિસ બેન્ક ૩.૧૫%, મારુતિ સુઝુકી ૨.૬૪%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૫૦%, બજાજ ફિનસર્વ ૨.૩૬%, ઝોમેટો લિ. ૨.૧૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૦૨%, ટાટા સ્ટીલ ૨.૦૧% અને કોટક બેન્ક ૧.૬૧% વધ્યા હતા, જયારે ભારતી એરટેલ ૦.૩૯% અને સન ફાર્મા ૦.૨૦% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારત હાલમાં જ જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ગઈ છે અને જો આ જ રીતે ભારતનો વિકાસદર રહ્યો તો જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનતા વાર નહિ લાગે. ભારતે વર્ષ ૨૦૨૫માં રૂ.૩૪૭.૫ લાખ કરોડના જીડીપી સાથે જાપાનને પાછળ છોડી દીઘું છે આ એક મોટી હરણફાળ છે. વર્ષ ૨૦૨૫ માટે ભારતનો વિકાસ દર ૬.૨% રહેવાનો અંદાજ છે. આ અન્ય ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં તો ઘણો વધુ છે. આ સ્તરનો વિકાસ સરકારને વિકાસમાં વધુ રોકાણ કરવામાં અને ગરીબી ઘટાડવામાં મદદ કરી શકે છે.

    સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ભારે રોકાણ કરી રહી છે. ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય બજેટમાં, કેપિટલ ખર્ચ માટે રૂ.૧૧.૨૧ લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે જીડીપીના ૩.૧% બરાબર છે. આ બજેટ હાઇવે, રેલવે, ઇન્ટરનેટ ઍક્સેસ અને લાંબા ગાળાના વિકાસને ટેકો આપતા રિન્યુએબલ ઉર્જા પ્રોજેક્ટ્સ બનાવવા તરફ જઈ રહ્યું છે. ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાથી ભારતને વધુ સાધનો, વધુ વૈશ્વિક ધ્યાન અને વિશ્વ મંચ પર મજબૂત અવાજ મળશે ત્યારે અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

    તા.૦૯.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૬.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૦૯૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૫૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૪૯૭૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારતી એરટેલ ( ૧૮૭૮ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૯૩ થી રૂ.૧૯૦૯ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સ્ટેટ બેન્ક ( ૮૧૬ ) :- રૂ.૭૯૭ નો પ્રથમ તેમજ રૂ.૭૮૭ બીજા સપોર્ટથી પબ્લિક બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૩૮ થી રૂ.૮૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • અદાણી ગ્રીન ( ૧૦૨૪ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૪૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૯૯૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૮ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૧૩ થી ૧૦૩૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૬૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૮૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૨૬ થી રૂ.૧૬૦૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૦૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • ટેક મહિન્દ્ર ( ૧૫૭૮ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૧૭ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૪૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૪૬ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૯૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૪ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ભારત ફોર્જ ( ૧૨૯૮ ) :- ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૭૪ થી રૂ.૧૨૬૫ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સિસ બેન્ક ( ૧૧૯૮ ) :- રૂ.૧૨૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૩૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૭૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025

    America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે

    August 27, 2025

    USમાં પરચૂરણ વસ્તુઓને ટેરિફની રાહત શુક્રવારથી બંધ થશે

    August 27, 2025

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.