શહેરના સિદસર રોડ પર આવેલ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આજથી સતત ચાર દિવસ માટે ગુજરાત સ્ટેટ રેન્કિંગ બેડમિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન થયું છે.તા.૧૧ સુધી ચલાનારી આ ટૂર્નામેન્ટમાં ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાંથી ૧૫૦ જેટલા ખેલાડી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો છે. આજ પ્રથમ દિવસે ક્વોલિફાઈ રાઉન્ડ રમાયો હતો. જેમાં ભાવનગરના પાંચ ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. ભાઈઓમાં સમ્સ અલી કામાની ખુબ સરસ રમીને મેઇન ડ્રો માટે પસંદગી પામ્યા છે, જયારે ધર્મદિપસિંહ ચુડાસમા, વંશ મહેતા, કનિકા શર્મા અને માહીન વાઢેર વગેરે ખેલાડીએ પણ સુંદર દેખાવ કર્યો હતો પરંતુ થોડાક અંતરથી તેઓનો પરાજય થયો હતો. અત્યાર સુધી ક્વોલીફાઈ રાઉન્ડ માટે ૩૭ મેચ રમાઈ છે, જેમાં તનિષ ચોક્સી (સુરત), મુદિત જૈન (અમદાવાદ), ઝીઓન જુરિયલ રોડરીક્સ (અમદાવાદ), રૂદ્ર ઓડેરા (પોરબંદર), પાર્થ ઝાલાવાડીયા (વડોદરા), પુષ્યત મિસ્ત્રી (પંચમહાલ), શોર્ય બલિયાન (અમદાવાદ), ભષ્ય પાઠક (કચ્છ), હેત કનોજીયા (વલસાડ), દિવ્યાંશ ગોમ્બર (કચ્છ), અક્ષાંશ વર્મા (રાજકોટ) વગેરે ખેલાડીઓએ મેચો જીતીને મેઇન ડ્રોમાં પ્રવેશ કર્યો છે. મેઇન ડ્રોની મેચો આવતીકાલે સોમવારે સવારે ૯.૦૦ કલાકથી શરૂ થશે. આ ટૂર્નામેન્ટમાં ચીફ રેફરી તરીકે વિનોદ કુરંગીયા અને ડેપ્યુટી રેફરી તરીકે શરદ વર્મા સેવા આપી રહ્યા છે.
Trending
- નેહરુને ફક્ત ચીન યુદ્ધ દ્વારા, અડવાણીને ફક્ત રથયાત્રા દ્વારા ન જુઓ; MP Shashi Tharoor
- પાછલી સરકારો દરમિયાન આતંકવાદીઓ સામે કાર્યવાહી ઢીલી હતી,ગૃહમંત્રી Amit Shah
- લોકો મને મારી નાખશે, મારા ઘણા દુશ્મનો છે,Tej Pratap Yadav
- Thiruvananthapuram ના પદ્મનાભસ્વામી મંદિરમાંથી ગુમ થયેલ સોનું મળ્યું
- મુકેશ અંબાણીએ તિરુમાલામાં એક આધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરી
- ઘણી વસ્તુઓ નોંધાયેલ નથી. હિન્દુ ધર્મ પણ નોંધાયેલ નથી,Mohan Bhagwat
- રાજકારણમાં સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ,લગભગ દરેક ઉમેદવાર પાસે હવે પોતાનો વોર રૂમ છે
- 10 નવેમ્બર નું પંચાંગ

