120 બોટલ દારૂ ,મોબાઈલ અને કાર મળી રૂપિયા 9.54 લાખના મુદ્દામાલ કબજે
Rajkot,તા.09
શહેરના યુનિવર્સિટી રોડ રોયલ પાર્ક શેરી નંબર 8માં કારમાંથી 1.53. 600 ની કિંમત ના 120 બોટલ વિદેશી દારૂ સાથે સુનિલ ઉર્ફે ભોલો નામના બુટલેગરની ધરપકડ કરી પોલીસે દારૂ મોબાઈલ અને કાર મળી રૂપિયા 9.54 લાખના મુદ્દા માલ કબજે કરી સુરેન્દ્રનગરના જગદીશ રબારી નામના સપ્લાયરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં વિદેશી દારૂ બંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમઆર ગોંડલીયા એમ.એલ ડામોર અને સી એચ જાદવ ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સાધુવાસવાણી રોડ પર આવેલ ગુરુજીનગર આવાસ યોજના ના ક્વાર્ટર માં રહેતો સુનિલ ઉર્ફે ભોલો સંતોષ દુબે નામના gj 3 એમ આર 60 67 નંબરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યો હોવાની એ.એસ.આઇ ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્સ.ઉમેશભાઈ ચાવડા અને દીપકભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી રોડ રોયલ પાર્ક શેરી નંબર આઠમાં વોચ ગોઠવી હતી ત્યારે ઉપરોક્ત નંબરની નીકળેલી કારને અટકાવી તલાસી લેતા 120 બોટલ વિદેશી દારૂ સાથે સુનિલ ઉર્ફે ભોલો દુબેની અટકાયત કરી દારૂ મોબાઈલ અને વાહન મળી 9 54 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે ઝડપાયેલા સુનિલ ઉપર ભોલો દુબે ની પૂછપરછમાં આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના જગદીશ ઊર્ફે જગો રબારી પાસેથી લાવ્યા ની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે. તેમજ ઝડપાયેલ સુનિલ દુબે સામે મારામારી અને દારૂ સહિત સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.