વિદેશી દારૂનો ૫૯ બોટલ સાથે કારખાનેદારની ધરપકડ
Dhoraji,તા.09
ધોરાજી તાલુકાના વેગડી ગામે આવેલા જીઆઇડીસીમાં આવેલા વિશ્વાસ વેલ્ડીંગ નામના કારખાનામાંથી વિદેશી દારૂની ૫૯ બોટલ સાથે ધોરાજી તાલુકા પોલીસે કારખાનેદારની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોરાજી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે , ધોરાજીમાં રહેતો અને વેગડી ગામે આવેલી જીઆઇડીસીમાં વિશ્વાસ વેલ્ડીંગ નામનું કારખાનું ધરાવતો કિશોર છગનભાઈ ચોવટીયા નામના શખ્સે તેના કારખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. ધોરાજી તાલુકા પોલીસની ટીમે વેગડી ગામે આવેલી જીઆઇડીસીના કારખાનામાં દરોડો પાડી , કારખાનામાં આવેલી ઓફિસમાંથી રૂ. ૫૦ હજારની કિંમતની વિદેશી દારૂની ૫૯ બોટલ સાથે કિશોર છગનભાઈ ચોવટીયા નામના કારખાનેદારની ધોરાજી તાલુકા પોલીસે ધરપકડ કરી છે.