તાંબા પીતળના ભંગાર સહીત રૂ.29,750નો મુદ્દા માલ કબ્જે
Jamnagar,તા.૨૦
હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ વસંત સ્ક્રેપ નામના ભંગારના ડેલા માંથી ગત તા. 16ના રોજ તાંબા અને પીતળના 29,750ના ભંગારની ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેરના હીરજી મીસ્ત્રી રોડ નવાનગર બેંકની પાછળ સદગુરુ ફનીર્ચરની સામે વસંત સ્ક્રેપ નામનો ભંગારનો વાડો ચલાવતા વશંતભાઈ ખીચડાએ ગત 16 તારીખના રોજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યો તસ્કર તાંબા અને પીતળના ભંગારની ચોરી કરી ગયા છે. ફરિયાદના આધારે સીટી સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન પ્રણામી સ્કૂલ સામે આવેલ મેદાનમા કોઈ શખ્સ ચોરલ ભંગાર સાથે ઉભો હોઈ તેવી બાતમી મળતા પોલીસે બાતમીના આધારે શખ્સની તપાસ કરતા રવી કિશોરભાઈ રાઠોડને ચોરીના માલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.