Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો

    June 12, 2025

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025

    Gujarat ના તમામ અભયારણ્યો ચાર મહિના માટે રહેશે બંધ

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો
    • Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો
    • Gujarat ના તમામ અભયારણ્યો ચાર મહિના માટે રહેશે બંધ
    • Goa માં ૩ સગીરાઓ પર દુષ્કર્મ, ગેસ્ટ હાઉસમાં ઘટનાને આપ્યો અંજામ
    • માતા બનવા માગતી Players ઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે
    • Ahmedabad plane crash માં આખો પરિવાર સાફ થઈ ગયો
    • Tata Group મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય આપશે
    • Ahmedabad વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Kapadvanj માં ત્રિપલ અકસ્માતમાં કન્ડક્ટર અને નિવૃત્ત ડ્રાઈવરના મોત
    ગુજરાત

    Kapadvanj માં ત્રિપલ અકસ્માતમાં કન્ડક્ટર અને નિવૃત્ત ડ્રાઈવરના મોત

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Kapadvanj,તા.10
    કપડવંજમાં દૂધાથલ ગામ પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બાયડથી મુસાફરોને ભરીને આવતી કપડવંજ એસટી ડેપોની બસ, ટ્રક અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં બસના કન્ડક્ટર અને એસટી નિગમના નિવૃત્ત ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. નવ ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત બાદ ટ્રક અને ડમ્પરના ચાલકો ફરાર થઈ ગયા હતા.

    કપડવંજ એસટી બસ ડેપોની કપડવંજ- બાયડ લોકલ બસ બાયડથી કપડવંજ તરફ મુસાફરોને લઈને આવી રહી હતી. એસટી બસ દૂધાથલ ગામના પાટિયા પાસે સવારે ૧૦.૩૫ કલાકે પહોંચી હતી. ત્યારે એસટી બસ અને બે ડમ્પર ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માત એટલો ભયાવહ હતો કે, કપડવંજ તરફ આવતી બસ બાયડ તરફની દીશા બાજુ ફરી ગઈ હતી. જ્યારે બંને ડમ્પરો ફંગોળાઈને રોડની સાઈડ પર ઉતરી ગયા હતા. અકસ્માતમાં ઘટના સ્થળે જ એસટી બસના કન્ડક્ટર સંજયસિંહ અર્જૂનસિંહ બિહોલા (ઉં.વ.૫૨) રહે. આંબલિયારા, તા. કપડવંજ અને એસટી બસમાં મુસાફરી કરી રહેલા બાયડ ડેપોના નિવૃત્ત ડ્રાઈવર અમરસિંહ કોદરસિંહ પરમાર (ઉં.વ.૭૦) રહે. સુણદા, તાબે નિરમાલીના મુવાડા, તા.કપડવંજવાળાના મોત નિપજ્યા હતા. જ્યારે એસટી બસના ડ્રાઈવર કે.એ. પરમારને બસમાંથી કટર દ્વારા પતરું કાપી બહાર કઢાયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત ડ્રાઇવરને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા. અકસ્માત સર્જાતા મુસાફરોની ચિચિયારીઓથી વાતાવરણ ગમગિન બની ગયું હતું. અકસ્માતમાં સ્થાનિકો મદદે આવતા ત્વરિત ૧૦૮ મારફતે ૯ જેટલા ઈજાગ્રસ્તોને કપડવંજ સીસી સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક અને ડમ્પર ચાલકો ફરાર થઈ ગયા હોવાની વિગતો બહાર આવી છે.

    ઘટનાની જાણ થતાં જ કપડવંજના એસડીએમ સહિત ડિવિઝન પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહોનું સ્થળ પર પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

    (૧) રાહુલભાઈ વિક્રમભાઈ વણઝારા -ડેમાઈ (૨) ભાવેશભાઈ વિજયભાઈ ઝાલા -સુણદા (૩)  કાળાભાઈ એ પરમાર (૪) જશુભાઇ એન પંચાલ (૫) ફુલીબેન કીરીટભાઇ પરમાર નીરમાલીના મુવાડા,(૬) નીરૂબેન અરવિંદભાઈ પરમાર નીરમાલીના મુવાડા (૭)સોમીબેન ભરતભાઈ રાવળ(૮) કોકીલાબેન એ પરમાર(૯) વિજયભાઈ મનુભાઈને ઈજાઓ થઈ હતી.

    અકસ્માતના પગલે અંદાજે ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેને કપડવંજ રૂરલ પોલીસે નિયંત્રણ કરવાની કાર્યવાહી હાથ ધર્યા બાદ પૂર્વવત્ કર્યો હતો.

    ACCIDENT Kapadvanj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    ગુજરાત

    Gujarat ના તમામ અભયારણ્યો ચાર મહિના માટે રહેશે બંધ

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash માં આખો પરિવાર સાફ થઈ ગયો

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવાશે

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો

    June 12, 2025

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025

    Gujarat ના તમામ અભયારણ્યો ચાર મહિના માટે રહેશે બંધ

    June 12, 2025

    Goa માં ૩ સગીરાઓ પર દુષ્કર્મ, ગેસ્ટ હાઉસમાં ઘટનાને આપ્યો અંજામ

    June 12, 2025

    માતા બનવા માગતી Players ઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે

    June 12, 2025

    Ahmedabad plane crash માં આખો પરિવાર સાફ થઈ ગયો

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો

    June 12, 2025

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025

    Gujarat ના તમામ અભયારણ્યો ચાર મહિના માટે રહેશે બંધ

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.