London,તા. 10
એક જ દેશની બે ખેલાડીઓ વિમ્બલડન ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં એકબીજા સામે ટકરાવા માટે તૈયાર છે. પહેલાં ચેક ગણરાજ્યની કૈરોલિના મુચોવાએ સેમીફાઇનલમાં અમેરિકાની કોકો ગફને શિકાર બનાવી. પછી ચેક ગણરાજ્યની જ લિંડા નોસ્કોવાએ માર્તા કોસ્તયુકને હરાવીને ખિતાબી મુકાબલામાં જગ્યા બનાવી. બંને પહેલીવાર ફાઇનલમાં પહોંચી છે.
ત્રણ સેટમાં જીતી
વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમમાં ચેક ગણરાજ્યની મુચોવાએ ત્રણ સેટની ટક્કરમાં બે વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન અને સાતમી વરીય (ક્રમાંકિત) કોકો પર 6-2, 1-6, 7-6 (12-10) થી જીત મેળવી હતી. મુચોવાએ ટાઈ બ્રેકર સુધી ખેંચાયેલા ફાઇનલ સેટમાં પોતાના પાવરફુલ ફોરહેન્ડ અને બેકહેન્ડ રિટર્નના દમ પર મેચ પોઇન્ટ બચાવ્યો.
માર્તાને હરાવી
ત્યારબાદ ચેક ગણરાજ્યની જ લિંડા નોસ્કોવાએ શાનદાર રમત દર્શાવતાં 12મી વરીય માર્તાને હરાવી. નોસ્કોવાએ પહેલાં સેટથી જ પોતાનો દમ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. તેમણે માર્તાને 6-4, 6-4 થી હરાવી. હવે આની સાથે જ શનિવારે આ પહેલીવાર બનશે જ્યારે ચેક ગણરાજ્યની બે ખેલાડીઓ ખિતાબ માટે એકબીજાનો સામનો કરશે.
પુરુષ સેમીફાઇનલમાં હશે જોરદાર સ્પર્ધા
પુરુષ સેમીફાઇનલમાં ત્રણ દિગ્ગજો વચ્ચે વાઇલ્ડ કાર્ડધારી યુવા યજમાન આર્થર ફેરી પણ પડકાર રજૂ કરવા ઉતરશે. વિશ્વ રેન્કિંગમાં 114માં સ્થાન પર કાબિજ બ્રિટનના 23 વર્ષનાં ફેરીએ બુધવારે રાત્રે નવમાં વરીય ફ્લેવિયો કોબોલીને હરાવીને પહેલીવાર અંતિમ ચારની ટિકિટ કટાવી.
હવે શુક્રવારે ફેરીનો સામનો બીજા વરીય જર્મન ખેલાડી અલેક્ઝેન્ડર ઝ્વેરેવ સામે થશે. બીજો સેમીફાઇનલ નંબર એક યાનિક સિનર અને સાતમા વરીય નોવાક જોકોવિચ વચ્ચે રમાશે.

