Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…નેપાળે ચીનના વર્ચસ્વથી બચીને ભારત સાથે મિત્રતા કેળવવાની જરૂર

    November 24, 2026

    Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદ્વારામાં ઝુકાવ્યું શીશ; રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

    November 24, 2026

    Bharuchના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર ૨૮ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…નેપાળે ચીનના વર્ચસ્વથી બચીને ભારત સાથે મિત્રતા કેળવવાની જરૂર
    • Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદ્વારામાં ઝુકાવ્યું શીશ; રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
    • Bharuchના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર ૨૮ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું
    • Gir Somnathમાં જમવાનું લેવા જવા મુદ્દે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી
    • Narendra Modiની ભારત-કેનેડા મુલાકાત પહેલા સંરક્ષણ સોદા પર ચર્ચા થશે
    • Lahore આવો અને ઇતિહાસ જુઓઃપાકિસ્તાનનું ભારતને આમંત્રણ
    • Jammu-Kashmir વક્ફ બોર્ડ દેશમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છેઃકેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
    • Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદ્વારામાં ઝુકાવ્યું શીશ; રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
    ગુજરાત

    Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂદ્વારામાં ઝુકાવ્યું શીશ; રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૪

    પોર ગામે શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક સંત ગુરૂ નાનક દેવની ૫૫૭મી જયંતિ એટલે કે ગુરૂપુરબના પાવન અવસરે ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોર ગામે આવેલા ગુરુદ્વારા ખાતે ઉપસ્થિત રહી શ્રદ્ધાભાવપૂર્વક દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા. આ દરમિયાન તેમણે પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબ સમક્ષ શીશ ઝુકાવી રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ, એકતા અને ગુજરાતના અવિરત વિકાસ માટે વિશેષ અરદાસ કરી હતી.

    ગુરૂ નાનક દેવની ૫૫૭મી જન્મજયંતિના પાવન અવસરે પોરના ગુરુદ્વારા ખાતે ભક્તિભાવ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારામાં પ્રવેશ કરી પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે શીશ ઝુકાવી રાજ્યના તમામ નાગરિકોના સુખાકારીભર્યા જીવન માટે પ્રાર્થના કરી હતી. ગુજરાતમાં શાંતિ, સામાજિક એકતા, ભાઈચારો અને વિકાસની ગતિ સતત જળવાઈ રહે તેવી ભાવના સાથે તેમણે અરદાસ કરી હતી.

    આ પ્રસંગે ગુરૂદ્વારા પ્રબંધક સમિતિના મુખ્ય સેવક ગુરુપ્રીતસિંહ ધિલ્લોન તથા પરમજીતકૌર છાબડા દ્વારા મુખ્યમંત્રીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ખેસ-સરોપા અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સભ્યો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    ગુરૂ નાનક દેવએ આપેલા સમાનતા, માનવતા, સેવા, ભાઈચારો અને પરસ્પર પ્રેમના સંદેશને યાદ કરી આ પાવન પ્રસંગે ઉપસ્થિત સૌએ ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી. શીખ ધર્મમાં સેવા અને સમર્પણનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુરૂદ્વારા ખાતે આયોજિત લંગરમાં ભાગ લીધો હતો. તેમણે શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરી સેવાકાર્યમાં સહભાગી થયા હતા અને સેવા-ભક્તિની પરંપરાનો લાભ લીધો હતો.

    આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર રૂપસિંહ ઠાકોર, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સહિતના પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શીખ સમુદાયના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ પણ ગુરુ નાનક જયંતિના પવિત્ર પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.ગુરૂ નાનક જયંતિના અવસરે પોરના ગુરૂદ્વારા ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રદ્ધા, સેવા અને ભાઈચારાની ભાવના જોવા મળી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિને પગલે શીખ સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBharuchના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર ૨૮ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું
    Next Article તંત્રી લેખ…નેપાળે ચીનના વર્ચસ્વથી બચીને ભારત સાથે મિત્રતા કેળવવાની જરૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Bharuchના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર ૨૮ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું

    November 24, 2026
    અમદાવાદ

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026
    ગુજરાત

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026
    ગુજરાત

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026
    ગુજરાત

    ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા

    November 24, 2026
    ગુજરાત

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,831
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,857
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹121,822
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 22:16
    Categories
    Latest News

    તંત્રી લેખ…નેપાળે ચીનના વર્ચસ્વથી બચીને ભારત સાથે મિત્રતા કેળવવાની જરૂર

    November 24, 2026

    Bharuchના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર ૨૮ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું

    November 24, 2026

    Gir Somnathમાં જમવાનું લેવા જવા મુદ્દે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી

    November 24, 2026

    Narendra Modiની ભારત-કેનેડા મુલાકાત પહેલા સંરક્ષણ સોદા પર ચર્ચા થશે

    November 24, 2026

    Lahore આવો અને ઇતિહાસ જુઓઃપાકિસ્તાનનું ભારતને આમંત્રણ

    November 24, 2026

    Jammu-Kashmir વક્ફ બોર્ડ દેશમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છેઃકેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

    November 24, 2026
    Search
    Main News

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…નેપાળે ચીનના વર્ચસ્વથી બચીને ભારત સાથે મિત્રતા કેળવવાની જરૂર

    November 24, 2026

    Bharuchના દહેજમાં બે વર્ષની માસૂમ બાળકી પર ૨૮ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું

    November 24, 2026

    Gir Somnathમાં જમવાનું લેવા જવા મુદ્દે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.