ભાવનગર શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન રખડતા અને શેરીના કુતરાઓ કરડવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શહેર અને જિલ્લામાં જાન્યુઆરીથી મે-૨૦૨૫ના દરમિયાન દૈનિક સરેરાશ ૧૦૨ લોકો ડોગ બાઈટનો શિકાર બને છે, જેમાં ૬૪ પુરૂષો, ૨૩ સ્ત્રીઓ અને ૧૨ સુધીની ઉંમરના ૧૫ બાળકોનો સમાવેશ થાય છે. ભાવનગરમાં છેલ્લા પાંચ માસના સમયગાળામાં કુલ ૧૫,૫૧૧ લોકો ડોગ બાઈટનો શિકાર બન્યા છે.એટલે કે આ સમયગાળા દરમિયાન શહેર અને જિલ્લામાંથી ૯,૬૬૬ પુરૂષો, ૩,૪૮૫ સ્ત્રીઓ તથા ૨,૩૬૦ નાના બાળકોએ કુતરું કરડવાના લીધે સર ટી.હોસ્પિટલમાં સારવાર મેળવી છે. આંકડાઓ પ્રમાણે જાન્યુઆરી-૨૦૨૫માં સૌથી વધુ ૩,૫૯૪ કેસ તથા સૌથી ઓછા ગત મે માસમાં ૨,૫૭૫ કેસ નોંધાયા છે. હોસ્પિટલના તબીબી સૂત્રોના જણાવ્યાનુંસાર, ડોગ બાઈટના કારણે દર્દીઓને થયેલી ઈજા તથા દર્દીને સામાન્ય કુતરું કરડયું છે કે હડકાયું તેના આધારને કેન્દ્રમાં રાખી તેની સારવાર આપવામાં આવે છે. જે મુજબ છેલ્લા પાંચ મહિના દરમિયાન ૧,૫૯૮ કેસ એવા સામે આવ્યા છે જેમાં દર્દીને ગંભીર ઈજા પહોંચી હોય અથવા હડકાયું કુતરું કરડયું હોય.એટલું જ નહીં, અહીં દૈનિક આ પ્રકારના સરેરાશ ૧૦ કેસ નોંધાય છે અને આવી સ્થિતિમાં દર્દીને વિશેષ સારવાર આપવામાં આવતી હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું. હડકાયું કુતરું કરડવા કે કુતરું કરડવાના લીધે ગંભીર ઈજા થવાના સૌથી વધુ ગત મે માસમાં ૩૫૧ કેસ નોંધાયા છે એ જ રીતે સૌથી ઓછા ગત ફેબુ્રઆરી માસમાં ૨૬૯ કેસ નોંધાયા છે.તે અત્રે નોંધનિય છે.
Trending
- Wankaner જડેશ્વર લોકમેળામાં માતાપિતાથી વિખુટા પડેલા બાળકોનું પોલીસે મિલન કરાવ્યું
- morbi: ભડિયાદ રોડ પર મકાનમાં જુગારધામ પર દરોડો, મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા
- morbi: માળિયાના ગુલાબડી રોડ પરથી દેશી જામગરી બંદુક સાથે એક ઇસમ ઝડપાયો
- morbi: માળિયા ફાટક પુલ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
- morbi: જીલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ, યુવતી સહીત ચારના મોત
- morbi: ‘ટેમ્પરરી રેડ ઝોન’; ૩૧ ઓગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
- morbi: કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૮ ઓગસ્ટના રોજ યોજાશે
- Dhrangadhra ના જેગડવા ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા