Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચોમાસાની વિદાય વેળાએ Mumbai ફરી પાણી-પાણી : આફતનો વરસાદ

    September 15, 2025

    Jammu and Kashmir નાં વાતાવરણમાં અચાનક પલટો : અનેક જગ્યાએ લૂ વરસવા લાગી

    September 15, 2025

    W.P.P અને I.T.W. ફ્રન્ટ – ઓફ – જર્સી ક્રિકેટ સ્પોન્સર શિપની રેસમાં અત્યારે છે ?

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચોમાસાની વિદાય વેળાએ Mumbai ફરી પાણી-પાણી : આફતનો વરસાદ
    • Jammu and Kashmir નાં વાતાવરણમાં અચાનક પલટો : અનેક જગ્યાએ લૂ વરસવા લાગી
    • W.P.P અને I.T.W. ફ્રન્ટ – ઓફ – જર્સી ક્રિકેટ સ્પોન્સર શિપની રેસમાં અત્યારે છે ?
    • હવામાનની અસામાન્ય ઘટના : ચોમાસુ `હિમાલય’ને પાર કરી Tibet પહોંચ્યું
    • એ લોકોના ધર્મોમાં મહિલાને baby, Bibi કહે છે હિન્દુ ધર્મમાં દેવી કહેવામાં આવે છે: રામભદ્રાચાર્ય
    • Waqf Bill પર સ્ટેનો સુપ્રિમનો ઈન્કાર : ત્રણ જોગવાઈઓ સ્થગીત
    • Mukesh Ambani એ મેનહટન (ન્યુયોર્ક)માં રૂ।.154 કરોડનું ભવ્ય મકાન ખરીદ્યું
    • 100 ટકા ટેરિફથી દબાણ વધશે, યુદ્ધ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી : China
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad વિમાન દુર્ઘટનનામાં ૨૪૨ લોકોના મોત નિપજ્યા
    અમદાવાદ

    Ahmedabad વિમાન દુર્ઘટનનામાં ૨૪૨ લોકોના મોત નિપજ્યા

    Vikram RavalBy Vikram RavalJune 12, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું : આ વિમાનમાં ૧૦ ક્રૂ મેમ્બર પણ હતા

    Ahmedabad, તા.૧૨

    ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં ૧૦ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨  લોકો સવાર હતા. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ ના રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટનામાં  તમામ ૨૪૨  લોકોના મોત થયા છે. વિમાનમાં ૨૪૨  લોકો સવાર હતા, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે, જે બધાના મોત થયા છે. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ ના રિપોર્ટ મુજબ   અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી. તેમણે કહ્યું કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી “કેટલાક સ્થાનિક લોકોના પણ મૃત્યુ થયા હશે. આ અકસ્માત પછી, અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મર્યાદિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ભારતીય સશસ્ત્ર દળોની ટીમોને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રારંભિક રાહત કામગીરી માટે સશસ્ત્ર દળો સાથે એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સેનાના જણાવ્યા અનુસાર, લશ્કરી દળોની આ ટીમમાં તબીબી ટીમો અને અન્ય બચાવ કર્મચારીઓ તૈનાત હતા. વડા પ્રધાન નરેંદ્ર મોદીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ સાથે વાત કરી છે અને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે પૂછપરછ કરી હતી.

    ગુરુવારે (૧૨ જૂન) બપોરે અમદાવાદમાં લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન છૈં-૧૭૧ ક્રેશ થયું, જેમાં ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ લોકો સવાર હતા. આ દુર્ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ડોક્ટર્સ હોસ્ટેલ પર થઈ હતી, જેના કારણે હોસ્ટેલને પણ ભારે નુકસાન થયું છે. ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાના કલાકો પછી, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક વહીવટીતંત્ર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે જણાવ્યું હતું કે એરપોર્ટ હવે મર્યાદિત ફ્લાઇટ્‌સ સાથે કાર્યરત છે. મુસાફરોને માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

    અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થવા પાછળના પ્રાથમિક કારણો અને દુર્ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવી છે. ટેકઓફ થયા બાદ પ્લેનના ટાયર ઈન્સર્ટ ન થતા (અંદર ન જતા) આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન સૌપ્રથમ એક એવી બિલ્ડિંગ સાથે અથડાયું હતું જ્યાં મેસ (ભોજનાલય) ચાલતી હતી. મળતી માહિતી મુજબ, ટેકઓફ બાદ જ્યારે પ્લેનના ટાયર અંદર ન ગયા, ત્યારે વિમાન સૌપ્રથમ નજીક ચાલતી  મેસની બિલ્ડિંગ સાથે અથડાયું. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી. આ અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ધરાશાયી થવાની શક્યતા છે. દુર્ઘટનામાં એક રાહતની વાત એ છે કે, જે બિલ્ડિંગને પ્લેન ટકરાયું તેની બરાબર બાજુમાં જ એક પાંચ માળનું બીજું બિલ્ડિંગ આવેલું છે, જેમાં ઁય્ (પેઈંગ ગેસ્ટ) હોસ્ટેલ ચાલે છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. જો પ્લેન આ ઁય્ હોસ્ટેલને અથડાયું હોત, તો જાનમાલની અત્યંત મોટી અને ભયાવહ હાનિ થવાની આશંકા હતી.

    મહત્વની વાત એ છે કે પ્લેન કોઈ બિલ્ડિંગમાં ઘૂસી ગયું ન હતું, પરંતુ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જો પ્લેન કોઈ બિલ્ડિંગ પર સીધું ક્રેશ થયું હોત કે તેમાં ઘૂસી ગયું હોત તો કદાચ તેનાથી પણ વધુ ભારે ખાનાખરાબી સર્જાઈ હોત. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, અને દુર્ઘટનાના સંપૂર્ણ કારણો જાણવા માટે તપાસ ચાલુ છે.

    મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઈન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે ૫૦થી વધુ લોકો રહેતા હતા.

    આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.

    નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતા ૮થી વધુ લોકો ચોથા માળેથી કૂદ્યા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ ૯થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.

    આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

    રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. ૦૭૯-૨૩૨-૫૧૯૦૦ અને મોબાઈલ નં. ૯૯૭૮૪૦૫૩૦૪ ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

    242 people died Ahmedabad Plane Crash
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ચોમાસાની વિદાય વેળાએ Mumbai ફરી પાણી-પાણી : આફતનો વરસાદ

    September 15, 2025
    રાષ્ટ્રીય

    હવામાનની અસામાન્ય ઘટના : ચોમાસુ `હિમાલય’ને પાર કરી Tibet પહોંચ્યું

    September 15, 2025
    અન્ય રાજ્યો

    એ લોકોના ધર્મોમાં મહિલાને baby, Bibi કહે છે હિન્દુ ધર્મમાં દેવી કહેવામાં આવે છે: રામભદ્રાચાર્ય

    September 15, 2025
    રાષ્ટ્રીય

    Waqf Bill પર સ્ટેનો સુપ્રિમનો ઈન્કાર : ત્રણ જોગવાઈઓ સ્થગીત

    September 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Mukesh Ambani એ મેનહટન (ન્યુયોર્ક)માં રૂ।.154 કરોડનું ભવ્ય મકાન ખરીદ્યું

    September 15, 2025
    મુખ્ય સમાચાર

    100 ટકા ટેરિફથી દબાણ વધશે, યુદ્ધ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી : China

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચોમાસાની વિદાય વેળાએ Mumbai ફરી પાણી-પાણી : આફતનો વરસાદ

    September 15, 2025

    Jammu and Kashmir નાં વાતાવરણમાં અચાનક પલટો : અનેક જગ્યાએ લૂ વરસવા લાગી

    September 15, 2025

    W.P.P અને I.T.W. ફ્રન્ટ – ઓફ – જર્સી ક્રિકેટ સ્પોન્સર શિપની રેસમાં અત્યારે છે ?

    September 15, 2025

    હવામાનની અસામાન્ય ઘટના : ચોમાસુ `હિમાલય’ને પાર કરી Tibet પહોંચ્યું

    September 15, 2025

    એ લોકોના ધર્મોમાં મહિલાને baby, Bibi કહે છે હિન્દુ ધર્મમાં દેવી કહેવામાં આવે છે: રામભદ્રાચાર્ય

    September 15, 2025

    Waqf Bill પર સ્ટેનો સુપ્રિમનો ઈન્કાર : ત્રણ જોગવાઈઓ સ્થગીત

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચોમાસાની વિદાય વેળાએ Mumbai ફરી પાણી-પાણી : આફતનો વરસાદ

    September 15, 2025

    Jammu and Kashmir નાં વાતાવરણમાં અચાનક પલટો : અનેક જગ્યાએ લૂ વરસવા લાગી

    September 15, 2025

    W.P.P અને I.T.W. ફ્રન્ટ – ઓફ – જર્સી ક્રિકેટ સ્પોન્સર શિપની રેસમાં અત્યારે છે ?

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.