કેવિન સ્પેસી સાથે કામ કરવાના અનુભવને શેર કરતા દિશાએ તેના સહયોગાત્મક અભિગમ અને કલાકારને અનુકૂળ દિગ્દર્શનની પ્રશંસા કરી
મુંબઈ, તા.૧૩
દિશા પટ્ટાણી ઓસ્કર વિજેતા ફિલ્મસર્જક કેવિન સ્પેસી દિગ્દર્શિત સુપરનેચરલ થ્રિલર ‘હૂલીગાડ્ર્સ સાગાઃ ધી પોર્ટલ ઓફ ફોર્સ’ સાથે હોલીવૂડમાં પોતાનો પથ કંડારતા ભારતીય કલાકારોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. દિશો સ્વીકાર્યુું હતું કે હોલિવુડમાં એન્ટ્રી ફક્ત ટેલેન્ટના આધારે જ મળતી નથી. તેના માટે ઓડિશ સહિતની ટેકનિકલ પ્રક્રિયામાં ભાગ લેવો પડે છે. દિશાએ હોલીવૂડમાં કારકિર્દી ઘડવાની વાસ્તવિકતા વિશે વાત કરતા જણાવ્યું કે અહીં સફળતા ઓડિશનો, ટેલન્ટ એજન્સીઓ, વિઝા અને વિદેશમાં ભૌતિક હાજરી પર આધાર રાખે છે. ઓનલાઈન ઓડિશનો ભારતમાંથી શક્ય હોય છે, પણ દિશાના મતે કલાકારોએ વિદેશમાં વધુ સમય આપવો જોઈએ અને હોલીવૂડની ટેકનીકલ પ્રક્રિયા સમજીને આંતરરાષ્ટ્રીય તકો મેળવવા ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ.પ્રોજેક્ટને મહત્વનું સીમાચિહ્ન ગણાવતા દિશાએ જણાવ્યું કે તેમાં કામ કરવાના અનુભવે તેની આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાને સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા મજબૂત કરી છે.ઉપરાંત તેને ફિલ્મસર્જનની નવી શૈલીનો પણ અનુભવ મળી રહ્યો છે.કેવિન સ્પેસી સાથે કામ કરવાના અનુભવને શેર કરતા દિશાએ તેના સહયોગાત્મક અભિગમ અને કલાકારને અનુકૂળ દિગ્દર્શનની પ્રશંસા કરી હતી. દિશાએ જણાવ્યું કે તેઓ કલાકારોને જડપણે સૂચનાઓનું પાલન કરવાની બદલે પોતાની લાગણીઓ અને જીવનના અનુભવોમાંથી પરફોર્મ કરવાની પ્રેરણા આપતા રહે છે. દરરોજ સવારે તેઓ દ્રશ્યો વિશે વિગતવાર ચર્ચા કરતા હોવાથી કલાકારોને પ્રયોગો કરવાની તેમજ મૌલિક પરફોર્મન્સ આપવાની તક મળે છે.

