Tehran,તા.17
પાંચ દિવસના ઈઝરાયેલી હુમલામાં તબાહ થઈ રહેલા ઈરાને હવે યુદ્ધ વિરામ માટે આરબ દેશોને મધ્યસ્થી કરવા અપીલ કરી છે. જો કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુએ હાલ કોઈ રીતે યુદ્ધ રોકાશે નહી એવું જાહેર કરીને ઉમેર્યુ કે ઈઝરાયેલે ઈરાનના આકાશ પર સરસાઈ સ્થાપી દીધી છે અને હજુ મોટા હુમલા આવી રહ્યા છે.
ઈરાન જે છેલ્લા પાંચ દિવસથી ઈઝરાયેલના ભીષણ હુમલાનો ભોગ બની રહ્યો. તેણે આરબ દેશોને મધ્યસ્થી બનવા અપીલ કરી છે અને કહ્યું છે તે અમેરિકા અને ઈઝરાયેલ પર દબાણ વધારે તે જરૂરી છે. પણ નેતાન યાહુએ હુકાર કરતા કહ્યું કે હુમલા રોકાશે નહી.
અમો ઈરાનને તેના અણુ કાર્યક્રમને ખત્મ કરીને જંપીશુ. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા પણ હવે પુરી રીતે ઈઝરાયેલની સાથે છે અને ઈરાનને દબાણમાં લાવી તેના અણુ કાર્યક્રમોને પુરી રીતે ખત્મ કરશે તે નિશ્ર્ચિત છે.