New Delhi,તા.15
દેશના છ સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં મુંબઈ ટોચ પર છે. જ્યારે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે.અમદાવાદે દેશના છઠ્ઠા સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.
માર્ચ 2026માં અમદાવાદનું એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે અંદાજે 19 ટકા વધીને રૂ।. 202 લાખ કરોડ થઈ હતું, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ।. 1.8 લાખ કરોડ હતું.
દેશના કુલ મ્યુચ્યુઅલ ફંડ અઞખમાં અમદાવાદનો હિસ્સો 2.82 ટકા હતો, જે માર્ચ 2025ના 2.83 ટકાની સરખામણીએ લગભગ યથાવત હતો. બજારમાં સતત અસ્થિરતા હોવા છતાં અમદાવાદના રોકાણકારોની ભાગીદારી સ્થિર રહી હોવાનું દર્શાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ની શરૂઆતમાં અમદાવાદ સરકીને સાતમાં સ્થાને પહોંચી ગયું હતું, પરંતુ ગયા વર્ષે તેણે ફરીથી છઠ્ઠું સ્થાન મેળવી લીધું હતું.
મુંબઈ રૂ।. 22.9 લાખ કરોડના AUM સાથે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડનું સૌથી મોટું માર્કેટ રહ્યું હતું. દેશના કુલ AUM માં મુંબઈનો હિસ્સો 28.9 ટકા હતો. દિલ્હી રૂ।. 12.2 લાખ કરોડ સાથે બીજા ક્રમે હતું, ત્યારબાદ બેંગલુ, પુણે અને કોલકાતા હતા. ચેન્નાઈ રૂ।. 2.2 લાખ કરોડના અઞખ સાથે સાતમા સ્થાને સરકી ગયું હતું.

