New Delhi,તા.15
દેશમાં ચોમાસાની અનિશ્ચિત સ્થિતિ તથા ઈરાન યુદ્ધ ફરી ભડકતા ક્રુડતેલના ભાવમાં પણ ફરી વધારો થશે તેવા સંકેત છે તે સમય જૂન માસમાં જથ્થાબંધ ફુગાવો વધીને 9.87% થયો છે.
મે માસમાં 9.68% હતો. ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવ વધ્યા છે. અર્થશાસ્ત્રીઓ ફુગાવો 9.15% રહેવાની આશા રાખતા હતા તેના બદલે મે માસની સરખામણીમાં તે વધુ ઉંચો ગયો છે.
ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવે ફુગાવાને વેગ આપ્યો છે તો પેટ્રોલિયમ પેદાશો કાચા માલ તથા બેઝીક મેટલના ભાવ પણ વધ્યા છે. ખાદ્ય ફુગાવો 4.49% આમ વધીને 6.14% થયો છે. જયારે નોન ક્રુડ આર્ટીકલના ભાવ 1.43% વધ્યા છે અને મીનરલના ભાવમાં 0.58% નો વધારો નોંધાયો છે.
ગ્રાહક જથ્થાબંધ ભાવાંક 100.9% જે મે માસમાં હતો તે જૂન માસમાં 110.2% નોંધાયો છે. આમ આગામી દિવસોમાં મોંઘવારી વધશે અને અનિશ્ચિત ચોમાસુ તેના પર વધુ અસર કરશે તેવા સંકેત છે.

