Morbi,તા.17
મોરબીમાં વાહન ચોરી કરતી ટોળકી બેફામ બની ગઈ છે છાશવારે વાહન ચોરીને અંજામ આપતી હોય છે જેમાં મોરબીમાં ચાર સ્થળેથી બાઈક ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા દુર્લભજીભાઈ શીવાભાઈ કાવરે ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૨ જુનના સાંજે સાત વાગ્યા આસપાસ બાઈક જીજે ૦૩ એચએમ ૮૯૮૫ કીમત રૂ ૪૦ હજાર વાળું સાવસર પ્લોટમાં પાર્કિંગમાં રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે બીજા બનાવમાં જોન્સનગર રહેતા વિપુલભાઈ વિનોદભાઈ કુબાવતે ફરિયાદ નોંધાવી છે કે જુના બસ સ્ટેન્ડ પાસે ગત તા. ૧૩ જુનના સવારથી તા. ૧૪ જુન સાંજ સુધી બાઈક જીજે ૩૬ પી ૪૬૫૫ કીમત રૂ ૬૦ હજાર વાળું પાર્કિંગમાં રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે
ત્રીજા બનાવમાં મોરબીના રવાપર રોડ પર રહેતા વિશાલભાઈ દિનેશભાઈ ચીખલીયાએ ફરિયાદ નોંધાવી છે કે મોરબી મહેન્દ્રડ્રાઈવ રોડ પર ગત તા. ૧૩ જુનના સવારના ફરિયાદીનું બાઈક જીજે ૦૩ એચએલ ૯૫૬૨ કીમત રૂ ૨૦ હજાર વાળું રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે ચોથા બનાવમાં કાંતિનગરના રહેવાસી અનવર ઉર્ફે દડી હાજી માલાણીએ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩ જુનના બપોરથી સાંજ સુધી બાઈક પાડા પુલ નીચે રવિવારી બજાર પાસે રાખ્યું હતું જે ૩૫ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે