રોકડ, મોબાઈલ અને વાહન મળી, રૂ.૧.૨૯ લાખના મુદ્દામાલ સાથે છ શખ્સની ધરપકડ
Gondal,તા.17
ગોંડલ નેશનલ હાઈવે પર આવેલી માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટીમાં મકાનમાં ચાલતા જુગાર ધામ પર ગ્રામ્ય એમસીબી ની ટીમે દરોડો પાડી, રોકડ, વાહન અને મોબાઈલ મળી રૂ.૧.૨૯ લાખના મુદ્દામાલ સાથે છ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગાર સહિતની બડીઓને નાબૂદ કરવા જિલ્લા અધિક્ષક હિમકરસિંહે આપેલી સુચનાને પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પી.આઈ વી વી ઓડેદરની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ગોંડલ નેશનલ હાઈવે પર આવેલી માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટીમાં રહેતો વિપુલ જમનાદાસભાઈ ગજેરા નામનો શખ્સ તેના મકાનમાં જુગાર નો અખાડો ચલાવી રહ્યો છે. એલસીબી ની ટીમે મકાનમાં જુગારનો દરોડો પાડી, જુગટુ રમતા વિપુલ જમનાદાસ ગજેરા, ગોંડલ સ્ટેશન પ્લોટમાં રહેતો નિલેશ ભોગીભાઈ બોરીયા રામોદ ગામનો પરાગ જયંતીભાઈ ગજેરા, વિવેક વિજયભાઈ અપારનાંથી , ચરખડી ગામનો હરેશ જેરામભાઈ ઠુંમર અને મેહુલ ઉર્ફે ઘુસો જેરામભાઈ ઠુમ્મર નામના પતા પ્રેમીઓને ઝડપી લીધા છે. પોલીસે જુગારના પટમાંથી ૪૯ હજારની રોકડ, છ મોબાઈલ અને બે વાહન મળી રૂ. ૧.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આદરોડા ની કામગીરી એલસીબી પીઆઇ વી વી ઓડેદરા, પી એસ આઇ એચ સી ગોહિલ, એ.એસ.આઇ ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, બાલકૃષણભાઈ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ, મહિપાલસિંહ ચુડાસમા અને દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે બજાવી છે.