એશીયન એન્જીનીયરીંગ ફેક્ટરીએ સાત વર્ષની મહેનતે ઓટોમેટિક મશીન બનાવ્યું’તું : કોમ્પયૂટરમાંથી ડેટા ચોરી અન્ય પેઢીને આપી કર્મચારી પોતે ભાગીદાર બની ગયો
Rajkot,તા.17
લોધીકા તાલુકાના તરવડા ગામની સીમમાં આવેલ સુરભી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલી એશીયન એન્જીનીયરીંગ કંપનીએ સાત વર્ષની મહામહેનતે બનાવેલ ઓટોમેટિક મશીનના ખાનગી ડેટા એકાઉન્ટન્ટે અન્ય કંપનીને આપી દેતા લોધીકા પોલીસમાં કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે.
મૂળ લોધીકા તાલુકાના મોટી મેંગણી ગામના વતની અને હાલ રાજકોટ શહેરના પુનિતનગર મેઈન રોડ પર રામેશ્વર પાર્ક શેરી નંબર-1 માં રહેતા 42 કારખાનેદાર ભગવાનજીભાઈ વાલજીભાઈ પાનસુરીયાએ લોધીકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સતીશ મગનભાઈ રાદડિયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, હું લોધીકા તાલુકાના તરવડા ગામની સીમમાં સુરભી ગોલ્ડ ઈન્ડ્રસ્ટીઝ ઝોન પ્લોટ નં.- ૨૯ માં એશીયન એન્જીનીયરીંગ નામે ફેક્ટરી ધરાવું છું. આ કંપનીમાં ભાગીદાર તરીકે મારા ભાઈ અલ્પેશભાઇ વાલજીભાઈ પાનસુરીયા છે. અમારી કંપની ૨૦૦૩ થી ચાલુ કરેલ છે. તેમજ ૨૦૨૦ થી અમે સુરભી ગોલ્ડ ઈન્ટ્રસ્ટીઝ ઝોનમાં કંપની ચાલુ કરેલ છે. અમારી આ કંપનીમાં જુદી જુદી મશીનરી બનાવીએ છીએ.
સતીષ મગનભાઈ રાદડીયા તથા ધર્મેશ મગનભાઈ રાદડીયાને નોકરી ઉપર રાખેલ હતા. સતીષ મગનભાઇ રાદડીયા અમારી કંપનીમાં એકાઉન્ટીંગ તથા માર્કેટીંગનુ કામ કરતો હતો તથા તેનો ભાઈ ધર્મેશ કસ્ટમરની સાથે ટેલીફોનીક લાયઝનીંગ કરી ફોલોઅપ લેવાનુ કામ કરતો હતો. સતીષ મગનભાઇ રાદડીયાને માસીક રૂ.૩૫ હજાર અને ધર્મેશને રૂ.૧૨,૫૦૦ પગાર આપતા હતા.
કે, પહેલા ૩૦૦ પેકેટનું ઉત્પાદન થઈ શકે તેવા મશીન મેન્યુફેકચરીંગ કરતા હતા અને તેને બદલે ફૂલ્લી ઓટોમેટીક પેપર પ્લેટ મશીન કરવાથી આશરે ૧૨૦૦ પેકેટ ઉત્પાદન થઇ શકે તેવા મશીનનુ મેન્યુફેકચરીંગ કરવા માટે અમે આ મશીનનો ડેટા અમારી કંપનીના કોમ્યુટરમાં રાખેલ હતો. સતીષ રાદડીયા અમારી કંપનીમાં કોમ્યુટર ઉપર બેસતો હોય. કોમ્યુટરમાં કંપનીના ફુલ્લી ઓટોમેટીક મશીન બનાવવાના ખાનગી ડેટા હોય જે સતીષ રાદડીયાએ અમારી જાણ બહાર અમારી કંપનીના કોમ્યુટરમાંથી ડેટા લઇ લીધેલ અને વેસ્પા એન્જીનીયરીંગ સોલ્યુસન નામની વિપુલભાઈ પટેલ સાથે ભાગીદારી કરી પેઢી ચાલુ કરેલ હતી.મામલામાં કારખાનેદારે ફરિયાદ આપતાં લોધીકા પોલીસે ગુન્હાહિત વિશ્વાસઘાત સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.