Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તણાવ ઘટાડવામાં અસરકારક યોગાસનોમાં બાલાસન, સુખાસન અને શવાસન મુખ્ય

    August 7, 2025

    BCCI ને RTI ના દાયરામાં નહીં લાવવામાં આવે : રમતગમત બિલની કોઈ અસર નથી

    August 7, 2025

    હવે મૃતકના ખાતામાં જમા રકમ અને લોકરની વસ્તુ પરિવારજનને સરળતાથી મળી જશે

    August 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તણાવ ઘટાડવામાં અસરકારક યોગાસનોમાં બાલાસન, સુખાસન અને શવાસન મુખ્ય
    • BCCI ને RTI ના દાયરામાં નહીં લાવવામાં આવે : રમતગમત બિલની કોઈ અસર નથી
    • હવે મૃતકના ખાતામાં જમા રકમ અને લોકરની વસ્તુ પરિવારજનને સરળતાથી મળી જશે
    • મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી, આ રહ્યા પૂરાવા : Rahul Gandhi
    • છાત્રોની મિનિમમ 75 ટકા હાજરી નહીં હોય તો પરીક્ષામાં બેસવા નહીં દેવાય : CBSE
    • Pakistan માં નવું સંકટ : સિંધુ ડેલ્ટાનું પાણી સુકાતા 40 ગામો ઉજ્જડ
    • Wankaner: ટ્રેક્ટરસાથે બાઇકમાં અથડાતાં પિતાની નજર સામે 11 વર્ષની દિકરીનું મોત
    • Amit Khunt suicide case માં રાજદિપસિંહ જાડેજાના આગોત્તરા જામીન નામંજુર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
    અન્ય રાજ્યો

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    Vikram RavalBy Vikram RavalJune 18, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kedarnath,તા.18

    કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કેદારનાથમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી રહ્યા છે. છેલ્લા વર્ષોની તુલનામાં આ વર્ષે જે રીતે યાત્રાની રફ્તાર વધી રહી છે, તેના પરથી એવું જ લાગે છે કે, આ વર્ષની કેદારનાથ યાત્રા નવો ઈતિહાસ લખશે. યાત્રાકાળના માત્ર 47 દિવસમાં જ શ્રદ્ધાળુઓના દર્શનનો આંકડો 11 લાખની પાર પહોંચી ગયો છે.

    પાછલા વર્ષોની વાત કરીએ તો આ આંકડો 2023માં 70 દિવસમાં પાર થયો હતો, જ્યારે 2024માં 117 દિવસમાં. આ વર્ષે છેલ્લા બે વર્ષના આખી સીઝનના રેકોર્ડ તૂટવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુની સંખ્યામાં વધાવાથી પર્યટન અને યાત્રાધામોને વેગ મળવાની સાથે પર્યટન સાથે સંકળાયેલા વ્યવસાયીઓના ચહેરા પર રોનક દેખાઈ રહી છે.

    ગત 2 મે ના રોજ કેદારનાથ ધામના કપાટ સામાન્ય શ્રદ્ધાળુના દર્શન માટે ખોલવામાં આવ્યા હતા. પહેલા દિવસે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. શરૂઆતના દસ દિવસ સુધી ઘોડા અને ખચ્ચરોની બીમારી અને ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે યાત્રા થોડી પ્રભાવિત થઈ હતી. પરંતુ ત્યારબાદ યાત્રાએ વેગ પકડતાં શ્રદ્ધાળુની સંખ્યામાં વધારો થવા લાગ્યો. શ્રદ્ધાળુઓ પગપાળા, ઘોડા-ખચ્ચર, ડંડી-કંડી અને હવાઈ સેવા દ્વારા પહોંચી રહ્યા છે. દરરોજ લગભગ 23 હજાર શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરીને પુણ્ય કમાય રહ્યા છે.

    શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને બદરી-કેદાર મંદિર સમિતિ અને વહીવટીતંત્રએ કેદારનાથમાં દૈનિક દર્શનનો સમય પણ વધાર્યો છે, જેથી વધુને વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરીને પાછા ફરી શકે. આ વખતે ટોકન સિસ્ટમ દ્વારા બાબા કેદારનાથના દર્શન થઈ રહ્યા છે.

    વર્ષ 2023માં અત્યાર સુધીમાં આખી સીઝનમાં સૌથી વધુ 1957850 શ્રદ્ધાળુઓએ ભોલે બાબાના દર્શન કર્યા હતા. તે વર્ષે 70 દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 11 લાખને પાર પહોંચી હતી. જ્યારે ગત વર્ષે 2024માં આખી સીઝનમાં માત્ર 1652076 શ્રદ્ધાળુઓએ ભોલે બાબાના દર્શન કર્યા હતા. ત્યારે 117 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જોકે, ગત વર્ષે 31 જુલાઈના રોજ કેદારનાથ પદયાત્રી માર્ગ પર આવેલી દુર્ઘટનાને કારણે 29 સ્થળોએ રસ્તો ધોવાઈ ગયો હતો. જેના કારણે યાત્રા સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં 15થી 20 તારીખથી યાત્રાનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ઓછી સંખ્યામાં શ્રદ્ધાળુઓને કેદારનાથ મોકલવામાં આવી રહ્યા હતા. જેના કારણે આખી સીઝનમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો.

    આ વર્ષે યાત્રા સીઝનના માત્ર 47 દિવસમાં જ શ્રદ્ધાળુઓના દર્શનનો આંકડો 11 લાખને પાર પહોંચી ગયો છે. ચાર ધામોમાં કેદારનાથ ધામ યાત્રાળુઓના દર્શનોમાં ટોપ પર છે. આ વર્ષે કેદારનાથમાં ભક્તોની ભારે ભીડને કારણે પાછલા વર્ષોના તમામ રેકોર્ડ તૂટી જવાની ધારણા છે. આ વખતે કેદારનાથ યાત્રા એક નવો ઈતિહાસ લખવા તરફ આગળ વધી રહી છે.

    દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ બાબાના દર્શનની સાથે-સાથે નવી કેદારપુરીના સ્વરૂપને નિહારવા માટે પણ મોટી સંખ્યામાં કેદારનાથ પહોંચી રહ્યા છે. યાત્રાની રફ્તાર વધવાથી પર્યટન વ્યવસાયીઓની સાથે-સાથે હેલિકોપ્ટર સેવા, ઘોડા-ખચ્ચર, ડંડી-કંડી, પાલખી સંચાલકો સારા વ્યવસાયની અપેક્ષા રાખી રહ્યા છે.

    છેલ્લા 8 વર્ષના શ્રદ્ધાળુઓના દર્શનના આંકડા

    – 2025 1113975 (17 જૂન સુધી)

    – 2024 1652076

    – 2023 1957850

    – 2022 1561882

    – 2021 242712

    – 2020 135287

    – 2019 1000035

    – 2018 732241

    11 lakh devotees 47 days Kedarnath Yatra 2025
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    છાત્રોની મિનિમમ 75 ટકા હાજરી નહીં હોય તો પરીક્ષામાં બેસવા નહીં દેવાય : CBSE

    August 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan માં નવું સંકટ : સિંધુ ડેલ્ટાનું પાણી સુકાતા 40 ગામો ઉજ્જડ

    August 7, 2025
    રાષ્ટ્રીય

    Kashmir માં સીઆરપીએફની બસ ખીણમાં પડતા બે જવાનોના મૃત્યુ

    August 7, 2025
    રાષ્ટ્રીય

    Air India ની આંતરરાષ્ટ્રીય ઉડાનો ઓક્ટોબર સુધીમાં બધી ઉડાનો બહાલ થઇ જશે

    August 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાનો ભારત પર 50% tariff, રશિયન તેલ ખરીદનાર યુરોપિયન યુનિયન પર શૂન્ય

    August 7, 2025
    રાષ્ટ્રીય

    America નો તેલનો ખેલ ટ્રમ્પે ચીનને છુટ આપી, ભારતને દંડ ફટકાર્યો

    August 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તણાવ ઘટાડવામાં અસરકારક યોગાસનોમાં બાલાસન, સુખાસન અને શવાસન મુખ્ય

    August 7, 2025

    BCCI ને RTI ના દાયરામાં નહીં લાવવામાં આવે : રમતગમત બિલની કોઈ અસર નથી

    August 7, 2025

    હવે મૃતકના ખાતામાં જમા રકમ અને લોકરની વસ્તુ પરિવારજનને સરળતાથી મળી જશે

    August 7, 2025

    મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી, આ રહ્યા પૂરાવા : Rahul Gandhi

    August 7, 2025

    છાત્રોની મિનિમમ 75 ટકા હાજરી નહીં હોય તો પરીક્ષામાં બેસવા નહીં દેવાય : CBSE

    August 7, 2025

    Pakistan માં નવું સંકટ : સિંધુ ડેલ્ટાનું પાણી સુકાતા 40 ગામો ઉજ્જડ

    August 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તણાવ ઘટાડવામાં અસરકારક યોગાસનોમાં બાલાસન, સુખાસન અને શવાસન મુખ્ય

    August 7, 2025

    BCCI ને RTI ના દાયરામાં નહીં લાવવામાં આવે : રમતગમત બિલની કોઈ અસર નથી

    August 7, 2025

    હવે મૃતકના ખાતામાં જમા રકમ અને લોકરની વસ્તુ પરિવારજનને સરળતાથી મળી જશે

    August 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.