Rajkot,તા.18
રાજકોટના ભાગોળે સતત નાના મોટા અને જીવ લેણ અકસ્માતોમા વધુ એક અકસ્માતમાં આશાસ્પદ યુવા તબીબી વિદ્યાર્થી નું મોત નિપજ્યું હતું.
ત્રંબામાં હોસ્ટેલમાં રહી ગ્લોબલ આર્યુવેદિક ઇન્સ્ટિટયૂટમાં બીએએમએસ સેમેસ્ટર 9 માં અભ્યાસ કરતા વઢવાણના રતનપર ગામના બ્રિજેશ પાંડર તા,11 ના રોજ મિત્ર અલવાજની બાઈક પર ત્રંબા નજીક આવેલી હોટલ પર જમવા જતો હતો ત્યારે હોટલ પાસે રોડ ક્રોસ કરતી વખતે ત્રીપલ સવારીમાં આવેલી મોટરસાયકલ એ અકસ્માત કરતા બ્રિજેશ અને અલવાજઇ રોડ પર પડી ગયા હતા અને ગંભીરઇજા ગ્રસ્ત હાલતમાં બંનેને પ્રથમ રાજકોટ અને ત્યાંથી બ્રિજેશને વધુ સારવારની જરૂર જણાતા અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જ્યાં તારીખ 12 ના રોજ બ્રિજેશ કમલેશ પાંડર નું મૃત્યુ નીપજ્યું હતું બ્રિજેશ બે ભાઈમાં મોટો હતો પિતા ટીંબી ગામે હોસ્પિટલમાં ઓર્થોપેડિક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે યુવા આશાસ્પદ જુવાન જોધ દીકરાના અવસાનથી આખું પરિવાર ભાંગી પડ્યું હતું આ અંગે બ્રિજેશ ના પિતા કમલેશભાઈ પાંડર એ ત્રીપલ સવારી બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે