Tehran,તા.19
ઈઝરાયેલના આક્રમણ સામે ઈરાન પુરી તાકાતથી જવાબ આપી રહ્યું છે અને ઈઝરાયેલના હવાઈદળને મોટુ નુકશાન થયાના સંકેત છે. ઈરાને દાવો કર્યો છે કે તેની એર ડિફેન્સ સીસ્ટમ મારફત વધુ એક એફ-35 વિમાન તેણે તોડી પાડયુ છે અને તેનાથી એફ-35 જે ‘આકાશના બાદશાહ’ તરીકે આ વિમાનને રજૂ કરવામાં આવી રહ્યું છે.
તેમાં કુલ પાંચ એફ-35 વિમાન ઈઝરાયેલે આ હુમલામાં ગુમાવ્યા છે. જો કે ઈઝરાયેલ હજુ પણ તેનું કાઈ એફ-35 વિમાન તોડી પાડવા મુદે કોઈ સ્વીકાર કર્યો નથી.
ઈરાને એવો પણ દાવો કર્યો હતો કે, અગાઉ તોડી પાડવામાં આવેલા એફ-35 વિમાનના બે પાઈલોટ પણ તેના કબ્જામાં છે. અમેરિકી લોકહીડ-માર્ટીન કંપનીના નિર્મિત એફ-35 એ ફોર્થ જનરેશનના સૌથી સક્ષમ લડાયક વિમાન ગણવામાં આવે છે અને તે પક્ષની અનેક ખુબીઓ માટે જાણીતુ છે.